Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arasuri Ambaji Temple: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

મહામેળામાં મંદિરમાં 28.15 ગ્રામ સોનાની આવક પાંચ દિવસમાં મંદિર પર કુલ 2501 ધજારોહણ કરાઈ ભોજનશાળામાં 3.66 લાખ યાત્રિકોએ લીધો લાભ કુલ 14.67 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ Arasuri Ambaji Temple: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને અત્યારે માઈભક્તોની મેદની ઉમટી...
arasuri ambaji temple  22 35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન  પાંચ દિવસમાં 1 90 કરોડની આવક
  1. મહામેળામાં મંદિરમાં 28.15 ગ્રામ સોનાની આવક
  2. પાંચ દિવસમાં મંદિર પર કુલ 2501 ધજારોહણ કરાઈ
  3. ભોજનશાળામાં 3.66 લાખ યાત્રિકોએ લીધો લાભ
  4. કુલ 14.67 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ

Arasuri Ambaji Temple: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને અત્યારે માઈભક્તોની મેદની ઉમટી રહીં છે. ભક્તોની ભીડ સાથે સાથે લોકો મોજ પણ માણી રહ્યાં છે. નોંધનીય છે કે, અંબાજી મંદિર (Ambaji Temple)માં ગઈકાલ સુધીમાં 22.35 લાખ યાત્રાળુઓએ મા અંબાના દર્શન કર્યા છે. લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો આવી રહ્યાં છે. અત્યારે મંદિરનો નજારો ખુબ જ રમણીય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતભરમાંથી માઈભક્તો અત્યારે મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: શું ખરેખર ભક્તોથી વિદાય સમયે ગણપતિ બપ્પા રડ્યા! દ્રશ્યોએ કુતૂહલ સર્જ્યું, જુઓ Video

Advertisement

મહામેળામાં મંદિરમાં 28.15 ગ્રામ સોનાની આવક

નોંધનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં અંબાજી મંદિર (Ambaji Temple)ને 1.90 કરોડની આવક નોંધાઈ છે. મહત્વની વાત છે કે, અંબાજી મંદિરની ગણના ભારતના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. અહીં દર વર્ષે 1 કરોડ 25 લાખ લોકો આરાસુરી મા અંબાના દર્શન કરવા માટે આવે છે. અહીં આવતા ભક્તો અંબાજી મંદિરમાં પૈસાની સાથે સાથે સોનાનું પણ દાન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે છેલ્લા પાંચ દિવસમાં 28.15 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ હજુ તો લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી આવી રહ્યાં છે.

આ પણ વાંચો: આત્મીય યુનિવર્સિટી કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટી રાહત! વાંચો અહેવાલ

Advertisement

ચાર દિવસમાં 26,466 પેકેટ ચીકીનું વિતરણ કરાયું

મંદિરમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ 2501 ધજારોહણ કરાઈ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરમાં ધજારોહણ કરે છે. આ સાથે સાથે અહીં ભક્તો માટે રહેવા અને ખાવાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યો છે. આ મેળામાં 3.66 લાખ લોકોએ ભોજનશાળામાં ભોજનનો લાભ લીધો છે. આ સાથે કુલ 14.67 લાખ પેકેટ મોહનથાળના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એટવું જ નહીં પરંતુ આ ચાર દિવસમાં 26,466 પેકેટ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. મુસાફરોની વાત કરવામાં આવે તો 3.57 લાખ યાત્રાળુઓએ બસમાં મુસાફરી કરી છે.

આ પણ વાંચો: જયરાજસિંહના વિરોધીઓ પર પ્રહાર, કહ્યું- જેમ રામાયણમાં સુરપંખા હતી, જેનું નાક ઊગી જતું તેમ..!

Tags :
Advertisement

.