Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Case મામલે અનુપમ ખેરે બાળકોથી લઈ વૃદ્ધોને કરી આ અપલી

Anupam Kher એ Kolkata Rape Murder અંગે વીડિયો કર્યો શેર Anupam Kher એ આરોપીને મોતની સજા આપવા કરી અપીલ Anupam Kher એ નાગરિકોને અન્યાય સામે અવાજ ઉપાડવા કહ્યું Anupam Kher On Kolkata Doctor Case: Kolkata Rape Murder Case ને...
kolkata case મામલે અનુપમ ખેરે બાળકોથી લઈ વૃદ્ધોને કરી આ અપલી
  • Anupam Kher એ Kolkata Rape Murder અંગે વીડિયો કર્યો શેર

  • Anupam Kher એ આરોપીને મોતની સજા આપવા કરી અપીલ

  • Anupam Kher એ નાગરિકોને અન્યાય સામે અવાજ ઉપાડવા કહ્યું

Anupam Kher On Kolkata Doctor Case: Kolkata Rape Murder Case ને લઈ બોલીવૂડ કલાકારો સરકાર અને નાગરિકોને વિવિધ અપીલ કરી રહ્યા છે. દરેક કલાકારો વિવિધ માધ્યમની મદદથી ન્યાયની પુકાર કરી રહ્યા છે. ગઈકાલે અભિનેતા આયુષ્મના ખુરાનાએ આ ઘટનાને લઈ એક કવિતા લખી હતી. જે કવિતાનું પઠન કરતો વીડિયો આયુષ્માન ખુરાનાએ પોતાના સત્તાવાર ઈન્ટાગ્રામ એકાઉન્ટ શેર કર્યો હતો. ત્યારે આ કવિતાનું શિર્ષક કાશ મેં લડકા હોતી રાખવામાં આવ્યું હતું. જોકે આ કવિતા દેશભરમાં વાયરલ થઈ અને આ કવિતાના એક-એક શબ્દો અંતરઆત્માને સ્તબ્ધ કરી નાખે તેવા હતાં.

Advertisement

Anupam Kher એ Kolkata Rape Murder અંગે વીડિયો કર્યો શેર

તો વધુ એક અભિનેતાએ પોતાના વીડિયો બનાવીને Kolkata Rape Murder Case ના આરોપીને મોતની સજા ફટકારવાની માગ કરી છે. અભિનેતા Anupam Kher એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વિચારતા હતાં કે, આ ઘટનાને લઈ જાહેરમાં આવીને મંતવ્ય આપે. પરંતુ તેમની પાસે આ ઘટનાને વર્ણવી શકાય તેવા શબ્દો જ ન હતાં. તે ઉપરાંત તેમણે શેર કરેલા વીડિયો Anupam Kher એ વિનંતી કરી છે, જાહેર જનતાને કે તેઓ આગળ આવીને મહિલા અને તેના પરિવારને ન્યાય મળે તેથી અવાજ ઉઠાવે. Anupam Kher એ વીડિયાના કેપ્શનમાં લખ્યું છે કે, અવાજ ઉઠાવો, દરેક અન્યાયની ક્ષણ સામે અવાજ ઉઠાવો, Kolkata Rape Murder Case ની મહિલાની સાથે છે હ્રદયદ્રાવક ઘટના બની છે અને માનવતાને લાંછન લગાવતા વ્યક્તિઓ સામે અવાડ ઉઠાવો.

આ પણ વાંચો: Gulzar- અનોખાં કલ્પન સર્જતો સર્જક

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Anupam Kher એ આરોપીને મોતની સજા આપવા કરી અપીલ

આ સાથે Anupam Kher એ વીડિયોમાં કહ્યું છે કે, જ્યારથી કોલકાતાના ડોક્ટર સાથે માનવતાને લાંછન નાખે તેવો અપરાધ થયો છે, તેના વિશે વિચારીને અને સાંભળીને મારો આત્મા કંપી જાય છે, ત્યારથી હું વિચારી રહ્યો છું કે શું કહું, દરરોજ સવારે હું જાગીને કંઈક કહેવાનો પ્રયત્ન કરું છું, પણ મારી પાસે શબ્દોનો અભાવ છે. મને હજુ પણ શબ્દો નથી મળતા પણ મેં વિચાર્યું કે મારે કંઈક કહેવું જોઈએ. તે રાત્રે તેની સાથે શું થયું તેની માહિતી મેં જાણી છે. શિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાંથી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન, કોઈક રીતે તે ડૉક્ટર બની ગઈ અને તે નરાધમોએ તેની સાથે જે કર્યું તે રાક્ષસો કરતાં પણ ભયાવહ હતું.

Advertisement

Anupam Kher એ નાગરિકોને અન્યાય સામે અવાજ ઉપાડવા કહ્યું

અનુપણ ખેરે વધુમાં કહ્યું કે, દરેક નાગરિકની ફરજ છે, પછી ભલે તમને દીકરી, બહેન, પત્ની કે તમારા ઘરમાં કોઈપણ સ્ત્રી હોય કેમ ન હોય, બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમારે તમારો અવાજ ઉઠાવવો જોઈએ. મને એવું લાગે છે કે, મારે એવી દુનિયામાં રહેવું જોઈએ જ્યાં તમામ લોકો સુરક્ષિત અને સારી રીતે રહેતા હોય. તે ત્યારે શક્ય બનશે, જ્યારે દરેક વ્યક્તિ જ્યારે પણ પોતાની આત્માને અન્યાય સામે લડવા પર રાજી કરશે.

આ પણ વાંચો: STREE 2 ના OTT RELEASE ને લઈ અપડેટ આવી સામે

Tags :
Advertisement

.