49 વર્ષની અભિનેત્રીએ 3 લગ્ન કર્યા છતાં એકલી રહેવાનો વારો આવ્યો
- 8 વર્ષથી બંને એકબીજાથી અલગ જ રહેતા હતા
- Angelina Jolie ના ત્રીજા લગ્નનો પણ આવ્યો અંત
- 49 વર્ષની અભિનેત્રીએ જીવનમાં 3 વાર છૂટાછેડા લીધા
Angelina Jolie Brad Pitt : Angelina Jolie અને Brad Pitt એક સમયે હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મનપસંદ દંપતી તરીકે જણાતા હતા. તો બંનેએ વર્ષ 2014 માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના બે વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે, આનું કારણે Brad Pitt પર એન્જેલિના દ્વારા અનેક શારીરિક અને પારિવારિક આરોપો લગાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેણી એ પણ આરોપ લગાવ્યા હતા કે, તેના સંતાનોને માર માર્યો હતો. તેના પરંતુ આ તમામ આરોપોને બ્રેડ પિટે વખોળી નાખ્યા હતા.
8 વર્ષથી બંને એકબીજાથી અલગ જ રહેતા હતા
તો Angelina અને Brad ના છૂટાછેડાનો મામલો છેલ્લા 8 વર્ષથી પારિવારિક કોર્ટમાં ચાલતો હતો. ત્યારે તાજેતરમાં 8 વર્ષ પછી આ કેસ પર પૂર્ણવિરામ લાગ્યું છે. અને હવે, કાયદાકીય રીતે બંને લોકો એકબીજાથી અલગ થઈ ગયા છે. જોકે છેલ્લા 8 વર્ષથી બંને એકબીજાથી અલગ જ રહેતા હતા. પરંતુ હવે, તેમના લગ્નજીવનનો સંપૂર્ણ પણે અંત આવ્યો છે. તો એન્જેલિનાના વકીલે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: Rajamouli ની રૂ. 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ થશે આ અલૌકીક ગુફામાં
Angelina Jolie and Brad Pitt reach a divorce settlement after more than 8 years, People reports. pic.twitter.com/cZPeDnq6Ro
— Pop Crave (@PopCrave) December 31, 2024
Angelina Jolie ના ત્રીજા લગ્નનો પણ આવ્યો અંત
Angelina Jolie અને Brad Pitt ના Divorce વિશે વાત કરતા વકીલ જેમ્સ સિમોને કહ્યું - 8 વર્ષથી વધુ સમય પહેલા Angelina Jolie એ Brad Pitt થી Divorce માટે અરજી કરી હતી. આ તે સમયથી શરૂ થયેલી લાંબી પ્રક્રિયાનો એક ભાગ છે. જોકે છેલ્લા 8 વર્ષથી એન્જેલિના આ બધાથી કંટાળી ગઈ હતી. પરંતુ કલાકારોએ જ્યુરી પાસે સુનાવણીની વિનંતી કરી છે. હવે એન્જેલિના તેના બાળકો સાથે અલગ રહેશે અને 8 વર્ષથી ચાલી રહેલ Divorceની આ કાનૂની લડાઈનો હવે અંત આવી ગયો છે.
49 વર્ષની અભિનેત્રીએ જીવનમાં 3 વાર છૂટાછેડા લીધા
Angelina Jolie ની વાત કરીએ તો 49 વર્ષની અભિનેત્રીના આ ત્રીજા લગ્ન હતા. તેના પ્રથમ લગ્ન 1996 માં જોની લી મિલર સાથે થયા હતા. આ લગ્ન 4 વર્ષ સુધી ચાલ્યા હતા. અભિનેત્રીએ બિલી બોબ થોર્ટન સાથે તેના બીજા લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માત્ર 3 વર્ષ સુધી ટકી શક્યા. અભિનેત્રીના ત્રીજા લગ્નની વાત કરીએ તો તેણે 2014 માં Brad Pitt સાથે કર્યા હતા. હવે આ લગ્નનો પણ અંત આવી ગયો છે.
આ પણ વાંચો: માત્ર હીરોને જ ટાર્ગેટ કરવામાં આવે, તે યોગ્ય નથી : Deputy CM Pawan Kalyan