Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AN-32 Aircraft Debris: AN-32 Aircraft ને લઈને ભારતે મોટી સિદ્ધી કરી હાંસલ

AN-32 Aircraft Debris: દેશ અને વિદેશમાં ભૂતકાળમાં ઘણાં Aircraft  હવાઈ યાત્રા દરમિયાન કે પછી ક્રેશ થયા પછી ગાયબ થયા છે. પરંતુ આ Aircraft ના અવશેષો કે કાંટમાળ ભાગ્યે જ મળી છે. ત્યારે Indian Air Force દ્વારા એક Aircraft નો કાંટમાળ...
an 32 aircraft debris  an 32 aircraft ને લઈને ભારતે મોટી સિદ્ધી કરી હાંસલ

AN-32 Aircraft Debris: દેશ અને વિદેશમાં ભૂતકાળમાં ઘણાં Aircraft  હવાઈ યાત્રા દરમિયાન કે પછી ક્રેશ થયા પછી ગાયબ થયા છે. પરંતુ આ Aircraft ના અવશેષો કે કાંટમાળ ભાગ્યે જ મળી છે. ત્યારે Indian Air Force દ્વારા એક Aircraft નો કાંટમાળ શોધી કાઢવામાં આવ્યો છે.

Advertisement

આશરે સાડા સાત વર્ષ પહેલા 29 લોકો સાથે ગુમ થયેલા Indian Air Force ના An-32 Aircraft નો સંભવિત કાટમાળ બંગાળની ખાડીમાં ખૂબ ઉંડાઈએ મળી આવ્યો છે. આ કાટમાળ બંગાળની ખાડીમાં લગભગ 3.4 કિલોમીટરની ઉંડાઈએ મળી આવ્યો હતો.

Advertisement

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે National instituted of ocean technology દ્વારા કાર્યરત Autonomous Underwater Vehicle (AUV) એ તાજેતરમાં લેવામાં આવેલી તસવીરોની તપાસમાં જાણવા મળ્યું છે કે ચેન્નાઈના કિનારાથી 310 કિમી દૂર સ્થિત સમુદ્રમાં AN-32 Aircraft નો ભંગાર મળી આવ્યો છે. ફોટોગ્રાફ્સ તપાસ્યા બાદ AN-32 Aircraft નો કાટમાળ સાબિત થયો હતો.

રક્ષા મંત્રાલયે જાહેર કરેલ નિવેદન

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે જ વિસ્તારમાં અન્ય કોઈ વિમાન ગુમ થયાનો કોઈ ઈતિહાસ નથી. તેથી સંભવિત ક્રેશ સ્થળ પરની આ શોધ ક્રેશ થયેલા IAF An-32 નો કાટમાળ હોવાનું ઈશારો કરે છે.

Advertisement

નંબર K-2743 ધરાવતું Indian Air Force નું An-32 Aircraft  22 જુલાઈ, 2016 ના રોજ એક મિશન દરમિયાન બંગાળની ખાડીમાં ગુમ થયું હતું. Aircraft માં 29 કર્મચારીઓ સવાર હતા. ત્યાર બાદ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પ્લેન ગુમ થયા બાદ ગુમ થયેલા કોઈ કર્મચારી કે વિમાનનો કાટમાળ મળ્યો નહીં.

AN-32 Aircraft Debris કાટમાળ કેવી રીતે શોધાયો?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ National instituted of ocean technology કાર્યરત છે. તાજેતરમાં જ ગુમ થયેલા AN-32 Aircraft ના આખરી સ્થાન અને સમય આધારીત સમુદ્રમાં AUV તૈનાત કરવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મલ્ટી-બીમ સોનાર (સાઉન્ડ નેવિગેશન અને રેન્જિંગ), સિન્થેટિક એપરચર સોનાર અને હાઇ-રિઝોલ્યુશન ફોટોગ્રાફી સહિત બહુવિધ પેલોડ્સનો ઉપયોગ કરીને 3,400 મીટરની ઊંડાઈએ શોધ કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે શોધાયેલ ફોટોગ્રાફ્સના વિશ્લેષણમાં ચેન્નાઈ કિનારે લગભગ 140 નોટિકલ માઈલ (3.10 કિમી) દૂર સમુદ્રતટ પર ક્રેશ થયેલા વિમાનના કાટમાળ હોવાના સંકેતો મળ્યો છે.

આ પણ વાંચો: KOTHARI FAMILY : અમે બધી આશા ગુમાવી દીધી હતી પણ…..

Tags :
Advertisement

.