Bharuch: વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કેમ? ફી ભરનારા વિદ્યાર્થીઓને એસી અને RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પંખા નીચે!
Amyx International School, Bharuch: ગુજરાતમાં આરટીઈ હેઠળ સરકારના નિયમ મુજબ દરેક સ્કૂલમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પ્રવેશ આપવા બાબતે ઘણી શાળાના સંચાલકોએ સરકારના નિયમનોને નેવે મૂકી દીધા છે તેવી એક ઘટના ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 ના 6 વર્ગ પૈકી ફ્રી આપી ભરનારા 1 થી 5 વર્ગમાં એસી અને ડિજિટલ બોર્ડ જયારે આરટીઈ હેઠળ ભણતા ધોરણ 1 ના વિદ્યાર્થીઓ એસી વિનાના તેમજ અન્ય એકટીવી ન કરવાતી હોવાના પગલે વાલીઓએ હોબાળો મચાવી જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
RTE હેઠળ ભણતા ધોરણ 1 ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કેમ?
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર લુવારા ગામ નજીક આવેલ એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશ્યલ એકટીવી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓના મસીહા ગણાતા યોગી પટેલની આગેવાનીમાં અખાત્રીજ ના દિવસે સ્કૂલ ઉપર પહોંચી તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી આપી અભ્યાસ કરતા ધોરણ 1 ના એ થી ઈ એટલે પાંચ વર્ગમાં એસી લગાડેલા હતા. જયારે એફ વર્ગ એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગ માં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહએ કહ્યું હતું કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ અન્ય એકટીવી કરવી હોય તો એક્સ્ટ્રા ફ્રી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો જીલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો.
શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે? સવાલ
એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના માનસિક ખરાબ અસર થઈ રહી હોય અને જો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ મુજબ પ્રવેશ ન મેળવ્યો હોત અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે. શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપ કર્યો છે. જોકે આ બાબતે જીલ્લા શિક્ષણધિકારીને રજૂઆત કરવા પહોંચતા કચેરી જાહેર રજા હોવાના કારણે વાલીઓએ વીલા મોઢે પરત ફરવું પડયું હતું.
આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓનો શું વાંક?
સમગ્ર પ્રકરણમાં સરકારના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલે શાળામાં નજરે નજર જોયું છે અને તેઓએ આક્ષેપ પણ કર્યો છે લે શાળા સંચાલકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકતા હોય તો સરકારને લેખિતમાં કહી દેવું જોઈએ કે અમારી સ્કૂલની ફ્રી 68 હજાર છે જયારે સરકાર અમને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ફ્રી 10 હજાર આપે છે. તો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓનો શું વાંક? તેવા પ્રશ્નો ઉભા થયા છે.
વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ
સમગ્ર પ્રકરણમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના પગલે શાળા સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આરટીઈ હેઠળ ગરીબી રેખામાં આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેના પગલે સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શિક્ષણ મંત્રીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચ્યું હતું જ્યાં આરટીઇના વિદ્યાર્થીઓના અને ડિજિટલ બોર્ડ વિનાના અભ્યાસ કરતા હતા જ્યારે ફી વસુલીને જે વિદ્યાર્થીઓને અભ્યાસ અપાય છે તેમને એક જ રૂમમાં બબ્બે એસી તથા ડિજિટલ બોર્ડ ઉપર અભ્યાસ કરાવતો હોવાનો ભાંડો ફૂટી ગયો છે
વાલીઓના હોબાળા બાદ શાળા સંચાલકો ધુંટણીએ પડયા?
આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ કહ્યું કે, ‘આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે અલગ ડિવિઝન ન ઉભું કરી શકાય.’ એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ માટે અલગ ડિવિઝન ઉભું કરેલ તે બાબતે વાલીઓના હોબાળા અને મીડિયાના અહેવાલો બાદ શાળા સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપવાનું કહ્યું છે અને જે વિદ્યાર્થીઓ ફ્રી આપી અભ્યાસ કરે છે તેવી જ રીતે આર ટી ઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા અપાશે અને દિલ્હી હાઈકોર્ટના જજમેન્ટની વાત હોય તો તે જજમેન્ટનું અમલીકરણ કરવા માટે સરકારે પરિપત્ર પાડવો જોઈએ જે નથી શાળા સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપવાનું વચન આપ્યું છે તેમ જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે.