Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ
Amreli Women Protest: તાજેતરમાં જ એક અહેવાલ રજૂ થયો હતો. તેમાં જોહેર કરવામાં આવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં પાણીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે.... દેશના તમામ સંગ્રહિત જળાશયોમાં માત્ર 37 કબજ ક્યુસેક પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ આ પરિસ્થિતિના અવાર-નવાર દાખલાઓ આપણી સામે આવવાના શરૂ થઈ ગયા છે.
- લીલીયા મફત પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યા
- મહિલાઓએ પાણી પુરવઠા કચેરીમાં હલ્લાબોલ કર્યો
- 2-3 દિવસમાં પાણીની પાઈપ લાઈન નાખવામાં આવશે
જૈ પૈકી અમરેલી જિલ્લા (Amreli)માં મહિલાઓ દ્વારા પાણીમાં સર્જાતી મુશ્કેલીઓને લઈ તંત્ર સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. અમરેલીમાં આવેલા લીલીયા મફત પ્લોટ વિસ્તારની માહિલાઓએ તંત્ર સામે આંખ લાલ કરી છે. કારણ કે... નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. આ વિસ્તાકમાં આશરે બે મહિનાથી પીવાનું પાણી આવતું નથી.
100 જેટલી મહિલાઓ પાણી પુરવઠા કચેરી પહોંચી
અંતે સરપંચ સાથે લીલીયા મફત ફ્લેટ વિસ્તારની મહિલાઓએ પાણી પુરવઠા કચેરી પર પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. ત્યારે સરપંચ સાથે સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરી પર પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે પડઘા પાડવામાં આવ્યા હતા. ત્યારે પાણી પૂરવઠા સચિવ દ્વારા સરપંચ અને મહિલાઓને તાત્કાલિક પાણીની સમયસ્યા દૂર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.
2-3 દિવસમાં પાણીની પાઈપ લાઈન નાખવામાં આવશે
ત્યારે તંત્ર દ્વારા લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી માટે 300 મીટરની નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ કાર્યને પૂર્ણ થવામાં આશરે 2-3 દિવસનો સમય લાગશે. ત્યારે લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જશે. જોકે પાણી પુરવઠા દ્વારા પાઈન લાઈનનું કામ જ્યાં સુધી સંપૂર્ણ નહીં થાય, ત્યાં સુધી પાણીના ટેન્કરોની સુવિધા આપવામાં આવશે.
આ પણ વાંચો: Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર
આ પણ વાંચો: Ahmedabad BJP Conclave: BJP મહિલા મોરચાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી
આ પણ વાંચો: VADODARA : એમ.વી. ઓમ્ની કંપનીને VMC પૈસા નહિ લડત આપશે