Amit shah Gujarat visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, 201 નવીન બસોનું કરશે લોકાર્પણ
Amit shah Gujarat visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit shah Gujarat visit) આજે ગુજરાતની મુલાકાતે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. તેમજ તુવેરદાળ માટે ઓનલાઈન પોર્ટલનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
અમિત શાહ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે
અમિત શાહ (Amit shah) ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. આજે અમિત શાહ ( Amit shah Gujarat visit ) ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, તુવેરદાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયુ છે.
લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી
આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) ને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit shah Gujarat visit) પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ( Amit shah Gujarat visit) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે.ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે.
આ પણ વાંચો-WEATHER UPDATE : અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ