Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Majethia : સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 સામે CID માં ફરિયાદ, 11 કરોડના વ્યવહારો થયાનો ખુલાસો!

ગાંધીનગરમાં (Gandhinagar) સટ્ટાકિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠિયા (Amit Majethia) સામે CID ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, અમિત મજેઠિયા સહિત કુલ 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે કે અમિત મજેઠિયા સટ્ટાના નાણાં વિદેશથી અલગ અલગ બેંકોમાં...
amit majethia   સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 સામે cid માં ફરિયાદ  11 કરોડના વ્યવહારો થયાનો ખુલાસો

ગાંધીનગરમાં (Gandhinagar) સટ્ટાકિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠિયા (Amit Majethia) સામે CID ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, અમિત મજેઠિયા સહિત કુલ 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે કે અમિત મજેઠિયા સટ્ટાના નાણાં વિદેશથી અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવતો હતો. ગરીબ અને જરૂરિયાતમંદો લોકોના બેંક ખાતાને ભાડે રાખી તેનો ઉપયોગ કરી આ નાણાં મંગાવતો હતો. આ કેસમાં 11 કરોડના નાણા વ્યવહાર થયો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે તપાસ એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સટ્ટાકિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠિયાને (Amit Majethia) લઈને મોટા સમાચા આવ્યા છે. સટ્ટાખોર અમિત મજેઠિયા વિરુદ્ધ CID માં ફરિયાદ નોંધવામાં આવી છે. માહિતી મુજબ, અમિતની સાથે કુલ 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં તપાસ હેઠળ સટ્ટાખોર અમિત મજેઠિયા વિદેશમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં મંગાવતો હતો. આ માટે આરોપી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરતો હતો. જણાવી દઈએ કે, આ કેસની તપાસ સીઆઈડી (CID) ટીમ રાજકોટને સોંપાઈ છે. કરોડોના બેનામી વ્યવહાર સામે આવતા ખુલાસો થયો હતો.

11 કરોડના વ્યવહાર થયા હોવાનું ખુલ્યું

આ કેસમાં (Amit Majethia) તપાસ દરમિયાન 24 શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે અત્યાર સુધી 11 કરોડના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. 3 બેંક એકાઉન્ટ પણ હાલ મળી આવ્યા છે. આરોપી ગરીબોના બેંક ખાતા ભાડે રાખીને તેમાં વ્યવહાર કરતો હતો. જો કે, આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે. ત્યારે આગળની તપાસમાં વધુ મોટા ખુલાસા થશે તેવી ચર્ચા છે.

Advertisement

આ પણ વાંચો - Ranip : રાણીપમાં અમિત શાહ, કહ્યું- 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ..!

Advertisement

Tags :
Advertisement

.