Surat: જયેશ રાદડિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, વાંચો શું કહ્યું?
- કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે: અલ્પેશ કથીરિયા
- તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા કાફી: અલ્પેશ કથીરિયા
- કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ: અલ્પેશ કથીરિયા
Surat: અલ્પેશ કથીરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે. નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ વિરોધીઓને ચેતવણી આપી હતી. આ નિવેદનને સમર્થન આપતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ‘કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે. તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા કાફી’. અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું કે, કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું આપ્યું છે, વિઠ્ઠલભાઈએ જે ટપોરીઓ હતા, તેમની શાન ઠેકાણે લાવી.’
જયેશ રાદડિયા આ સભામાં વિરોધીઓ પર બરાબર વરસ્યા હતાં
રાજકોટમાં જયેશ રાદડિયાનું એક નિવેદન સામે આવ્યું છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા આ સભામાં વિરોધીઓ પર બરાબર વરસ્યા હતાં. પોતાના તમામ વિરોધીઓને જાહેરમાં સંભળાવી દીધું હતું કે, ‘ટીકાકારોની ટોળખી મને સેવા કરવામાંથી દૂર નહીં કરી શકે’ નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ પોતાના તમામ વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી છે. એટલું જ નહીં પરંતું પોતાની સમાજના લોકોને પણ અપીલ કરી છે. ચાલો વિગતવાર જાણીએ કે જયેશ રાદડિયાએ શું કહ્યું..
સમાજના બે-પાંચ જણાની ટીમ હવનમાં હાડકા નાખે છેઃ જયેશ રાદડિયા
જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસતા કહ્યું કે, જેને કોઈ પૂછતું નથી તે મને પાડવામાં લાગ્યા છે. સમાજના બે-પાંચ જણાની ટીમ હવનમાં હાડકા નાખે છે. સમાજના સારા કામમાં અડચણ ઉભી કરવાનું કામ કરે છે.’ વધુમાં તમણે કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયામાં લેઉઆ પટેલ સમાજને બદનામ કરવાનું કામ કરે છે.’ આ લોકોને ચેતવણી આપતા જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો, કેટલાક લોકો સમાજની અંદર રાજનીતિ કરવાનું કામ કરે છે’.
આ પણ વાંચો: Rajkot : સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા
મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથીઃ જયેશ રાદડિયા
નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આકરા શબ્દોમાં ચેતવણીઓ આપી છે. કહ્યું કે, ‘જયેશ રાદડિયાને લેઉઆ પટેલ સમાજનો નેતા નથી થવું. વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની જવાબદારી મને સમાજે આપી છે. મારે કોઈના પ્રમાણપત્રની જરૂર છે જ નહીં. જેથી ટીકાકારોની ટોળકી મને સેવા કરવામાંથી દૂર નહીં કરી શકે.’ આવી અનેક વાતો જયેશ રાદડિયાએ પોતાના ભાષણ દરમિયાન કહીં હતી. હવે જોવાનું એ રહે છે કે, કોણ જયેશ રાદડિયાના વિરોધમાં છે? આખરે કોણ તેમનો વિરોધ કરી રહ્યું છે તો એક સવાલ જ છે.
આ પણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચેલા સિદ્ધપુરના શાસ્ત્રીગણ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત