Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pushpa 2 ની રિલીઝ નક્કી કરેલી તારીખે વધુ એકવાર ટળી, જાણો કારણ

Pushpa 2 ની રિલીઝ ડેટમાં ફેરફારની પણ જાહેરાત થઈ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી Pushpa 2 એ વિકી કૌશલની છાવા સાથે ટકરાઈ રહી છે Allu Arjun Film Pushpa 2 : Allu Arjun ની ફિલ્મ Pushpa 2...
pushpa 2 ની રિલીઝ નક્કી કરેલી તારીખે વધુ એકવાર ટળી  જાણો કારણ
  • Pushpa 2 ની રિલીઝ ડેટમાં ફેરફારની પણ જાહેરાત થઈ
  • હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
  • Pushpa 2 એ વિકી કૌશલની છાવા સાથે ટકરાઈ રહી છે

Allu Arjun Film Pushpa 2 : Allu Arjun ની ફિલ્મ Pushpa 2 આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થવાની છે. Allu Arjun ની ફિલ્મ Pushpa 2 નો લોકો આશરે 2 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જોકે Allu Arjun ની ફિલ્મ Pushpa 2 ને લઈ અનેક ડેટા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં Allu Arjun ની ફિલ્મ Pushpa 2 એ મોસ્ટ અવેટેડ ફિલ્મ સાબિત થઈ છે. ત્યારે Allu Arjun ની ફિલ્મ Pushpa 2 એ આ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ રહી છે.

Advertisement

પુષ્પા 2 ની રિલીઝ ડેટમાં ફેરફારની પણ જાહેરાત થઈ

Allu Arjun ની ફિલ્મ Pushpa 2 ને રિલીઝ કરવાની તારીખ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ તારીખમાં પણ ફેરફાર આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, Pushpa 2 એ 6 ડિસેમ્બર પહેલા ધૂમ મચાવવા માટે સિનેમાઘરોમાં આવી શકે છે. જોકે પુષ્પા 2 શરૂઆતમાં 15 ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ સિંઘમ અગેઇન પણ આ દિવસે રિલીઝ થવાની હતી. ત્યારે સિંઘમ અગેનના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ 1 નવેમ્બર નક્કી કરી હતી. થોડા દિવસો બાદ પુષ્પા 2 ની રિલીઝ ડેટમાં ફેરફારની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: TikTok star :આ TikTok સ્ટારનું 25 વર્ષની વયે નિધન,પતિએ આપ્યું મોટું નિવેદન

Advertisement

હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

એવું કહેવામાં આવ્યું હતું કે ઓક્ટોબરમાં રિલીઝ કરી શકાય છે. પછી અંતિમ તારીખ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. અત્યાર સુધી આપણે એ વાતથી પરિચિત હતાં કે, Pushpa 2 એ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. પરંતુ એક અહેવાલ અનુસાર, તેની રિલીઝ ડેટ ફરી એકવાર બદલાઈ શકે છે. પરંતુ આ કોઈ મોટો ફેરફાર નથી. આ Pushpa 2 ને એક દિવસ પહેલા જ રિલીઝ કરવાની ચર્ચા છે. એટલે કે Pushpa 2 એ હવે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. પરંતુ મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

Pushpa 2 એ વિકી કૌશલની છાવા સાથે ટકરાઈ રહી છે

Pushpa 2 ને મેકર્સ શુક્રવારને બદલે ગુરુવારે રિલીઝ કરવા માગે છે. જેથી તેને 3 દિવસને બદલે 4 દિવસનો વિસ્તૃત વીકએન્ડ મળી શકે. જેથી ફિલ્મ વધુ કમાણી કરી શકે. જોકે, જ્યાં સુધી ઔપચારિક જાહેરાત ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય તેમ નથી. પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. Pushpa 2 નું ટ્રેલર પણ નવેમ્બરના બીજા સપ્તાહમાં રિલીઝ થશે તેમ કહેવાય છે. Pushpa 2 નું ટ્રેલર બહાર આવ્યા બાદ જ તેનું પ્રમોશન યોગ્ય રીતે શરૂ થશે. જોકે Pushpa 2 એ વિકી કૌશલની છાવા સાથે ટકરાઈ રહી છે. આ ફિલ્મ પણ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: Bollywood:બોડીકોન લૂકમાં Soniya Bansal કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

Tags :
Advertisement

.