Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mandvi : શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો..આશ્રમશાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ

દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના માંડવીની આશ્રમશાળાની ઘટનાએ મચાવી ચકચાર આશ્રમશાળાના આચાર્ય સામે જ છેડતીનો આરોપ વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં ફૂટ્યો ભાંડો અલગ અલગ બહાને બોલાવીને કરતો હતો છેડતી 35 વિદ્યાર્થિનીઓએ વર્ણવી આચાર્યની હેવાનિયત ચાર વિદ્યાર્થિનીઓએ...
mandvi   શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો  આશ્રમશાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ
  • દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના
  • માંડવીની આશ્રમશાળાની ઘટનાએ મચાવી ચકચાર
  • આશ્રમશાળાના આચાર્ય સામે જ છેડતીનો આરોપ
  • વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં ફૂટ્યો ભાંડો
  • અલગ અલગ બહાને બોલાવીને કરતો હતો છેડતી
  • 35 વિદ્યાર્થિનીઓએ વર્ણવી આચાર્યની હેવાનિયત
  • ચાર વિદ્યાર્થિનીઓએ આચાર્ય સામે કરી ફરિયાદ
  • વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ લંપટ આચાર્યની ધરપકડ

Mandvi : દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે જ્યાં સુરતના માંડવી (Mandvi) ની આશ્રમશાળાના આચાર્ય સામે જ છેડતીનો આરોપ લાગ્યો છે. શિક્ષણ જગતને કલંક લગાડે તેવા આ બનાવમાં 35 વિદ્યાર્થીનીઓએ આચાર્ય સામે આરોપ લગાવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે છેડતી કરનારા લંપટ આચાર્યની ધરપકડ કરી લીધી છે.

Advertisement

માંડવીની આશ્રમશાળાના આચાર્ય સામે જ છેડતીનો આરોપ

સુરતના માંડવીની આશ્રમશાળાના આચાર્ય સામે જ છેડતીનો આરોપ લાગ્યો છે. વાસ્તવમાં આદિજાતી વિભાગના અધિકારી આશ્રમશાળાની વિઝીટમાં ગયા ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. અધિકારી સમક્ષ આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓએ અડપલાખોર આચાર્યના કાંડની આપવિતી વર્ણવી હતી જેથી અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

35 વિદ્યાર્થિનીઓએ આચાર્યની હેવાનિયત વર્ણવી

બાળકીઓએ ફરિયાદ કરી હતી કે આશ્રમશાળાનો આચાર્ય અલગ અલગ બહાને તેમને બોલાવીને છેડતી કરતો હતો. અધિકારી સમક્ષ 35 વિદ્યાર્થિનીઓએ આચાર્યની હેવાનિયત વર્ણવી હતી જેમાં ચાર વિદ્યાર્થિનીઓએ આચાર્ય સામે ફરિયાદ કરી હતી. આચાર્યની હલકી કરતૂતો સાંભળી મહિલા અધિકારી પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

આ પણ વાંચો---BREAKING : વડોદરાના ભાયલી ગેંગ રેપના આરોપીઓને દબોચી લેવાયા

Advertisement

લંપટ આચાર્યની ધરપકડ

વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ પોલીસે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ લંપટ આચાર્ય સામે કાર્યવાહી કરી હતી અને લંપટ આચાર્યની ધરપકડ કરાઇ હતી.

એક વિદ્યાર્થિનીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન

પોલીસે વિદ્યાર્થિનીઓનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતું જેમાં એક વિદ્યાર્થિનીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળ્યાની આશંકા વ્યક્ત કરાઇ છે. ઉલ્લેખનિય છે કે આ આશ્રમશાળામાં કુલ 80 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને મોટાભાગની વિદ્યાર્થિનીઓ આચાર્યનો ભોગ બની હોવાની આશંકા છે.

લાંબા સમયથી છેડતીની હલકી કક્ષાની કરતૂત

આ નરાધમ આચાર્ય છેલ્લા 10 વર્ષથી આશ્રમશાળામાં ફરજ બજાવે છે અને લાંબા સમયથી છેડતીની હલકી કક્ષાની કરતૂત કરતો હોવાની પોલીસને શંકા છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

  • 5 ઓક્ટોબરે સ્થાનિક અધિકારી વિઝિટમાં આવ્યા
  • આદિજાતિ વિકાસના અધિકારીની વિઝિટમાં ફૂટ્યો ભાંડો
  • સરપ્રાઈઝ વિઝિટમાં ગૃહમાતાએ કહી દીધા આચાર્યના કાંડ
  • આચાર્ય બાળકીઓને અડપલાં કરે છે તેવી કરી ફરિયાદ
  • અધિકારીએ વારાફરતી વિદ્યાર્થિનીઓને બોલાવી પૂછપરછ કરી
  • બાળકીઓએ અડપલાખોર આચાર્યના કાંડ કહી સંભળાવ્યા
  • અલગ અલગ બહાના કરીને રસોડામાં બોલાવતો હતો આચાર્ય
  • શાકભાજી લેવા, થાળીઓ ગોઠવવાના બહાને બોલાવતો હતો
  • રસોડામાં બોલાવીને વિદ્યાર્થિનીઓની કરતો હતો છેડતી

ઘટના બાદ અનેક સવાલો

આ ઘટના બાદ આક્રોષ ભભૂકી ઉઠ્યો છે. સવાલો પણ અસંખ્ય ઉભા થઇ રહ્યા છે. શિક્ષણ જગતને કલંક લગાવનારા આ બનાવમાં સવાલ એ છે કે આશ્રમશાળામાં જ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી. વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે ત્યારે આવા નરાધમો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે. આચાર્ય જ આવું કરશે તો વિદ્યાર્થિનીઓની સુરક્ષાનું શું? અને લંપટ આચાર્ય લાંબા સમયથી કરતૂત કરતો હતો તો અત્યાર સુધી કોઇને ધ્યાને જ ન આવ્યું ? તે પણ પ્રશ્ન છે.

આ પણ વાંચો---VADODARA : "ગેંગ રેપના આરોપીઓને ફાંસી આપો", BJP MLA એ મુકી માંગ

Tags :
Advertisement

.