Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vaishali Joshi Case: ન્યાય માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટનામાં ન્યાય અને નિષ્પક્ષ તપાસ માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યો છે. અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરીને...
vaishali joshi case  ન્યાય માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટનામાં ન્યાય અને નિષ્પક્ષ તપાસ માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યો છે. અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરીને ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

Advertisement

ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી એકબીજાના સંપર્કમાં હતા

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટના સામે આવી હતી. મૃતક વૈશાલી જોશી પાસેથી 15 પાનાંની Suicide નોટ પણ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી એકબીજાના સંપર્કમાં હતા.

PI બી.કે. ખાચર ફરાર

મૃતક પાસેથી મળી આવેલી Suicide માં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીઘો હતો. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) મહિસાગર (Mahisagar) ના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા મૃતક પાસેથી મળેલી Suicide Note ને તેના પરિવારજનોને વંચાવી હતી.આ મામલે PI બી.કે. ખાચર સામે આખરે ગુનો નોંધાયો હતો. જો કે PI બી.કે. ખાચર ફરાર છે

Advertisement

ન્યાય માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં

આ મામલે ન્યાય માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યો છે. અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજે અદાવાદ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ 6 માર્ચના રોજ અમદાવાદ ગાયકવાડ હવેલીના પરિસરમાં ડૉ.વૈશાલી જોષી આત્મહત્યા કેસથી આપ પરિચિત હશો, આ ઘટનાક્રમમાં પ્રાથમિક દ્રષ્ટીએ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પી.આઈ ખાચરની સામે પોલીસ તપાસ અને બાકીના પગલા લેવાની જગ્યાએ હજુ સુધી રિપોર્ટ્સ એ જ સામે આવી રહ્યા છે કે પીઆઈ ખાચર ફરાર છે, કોઈ સ્ત્રી જ્યારે કોઈને પ્રેમ કરે ત્યારે પોતાનું સર્વસ્વ લૂંટાવતી હોય છે, એવા સમયમાં એને છેતરીને, પોતાના લગ્ન થયેલા છે એ હકિકત પણ ડૉ.વૈશાલીથી છુપાવીને છેલ્લે એની સાથેના સંપર્કો તોડીને, આટલા સમયથી સંબંધમાં હોવાથી ડૉ.વૈશાલી પિતા ગુમાવ્યા પછી કેટલા સંવેદનશીલ હતા અને એનું પરિણામ શું આવી શકે છે એ જાણવા છતા પીઆઈ ખાચરે જે કર્યુ એ કોઈ પણ અધિકારી તો છોડો, સંવેદનશીલ વ્યક્તિને પણ છાજે એવુ નથી, અને એટલા જ માટે અમે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજની મહિલાઓ માત્ર એટલી અપેક્ષા રાખીએ છીએ કે નિષ્પક્ષભાવે પોલીસ તપાસ કરે, અને એ સંદેશો સમાજમાં બેસાડે કે પ્રેમના નામે કોઈની પણ સાથે થતા ગેરવ્યવહારો અને અંતે આવતા આવા ભયાનક પરિણામો સામે લડવા માટે પોલીસ નિષ્પક્ષતાથી કાર્ય કરી રહી છે. અહીં આરોપી પોલીસનો કર્મચારી હોવાના નાતે સમાજના લોકો પણ શંકાની દ્રષ્ટીથી જોઈ રહ્યા છે કે આટલા સમય સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ જ એ વ્યક્તિને બચાવવામાં લાગેલો નહીં હોયને!. સમાજ જીવનમાં કોઈ પણ યુવા આ રીતે દુષ્પ્રેરણાથી ખોટું પગલું ના લે એના માટે જાગૃતિની દિશામાં અમે ચોક્કસ કામ કરીશું,આપની પાસેથી નિષ્પક્ષ તપાસ અને ડૉ.વૈશાલીના માધ્યમથી દિકરી માત્રને ન્યાયની અપેક્ષા છે.

Advertisement

સમસ્ત બ્રહ્મ ગુજરાત સમાજે પણ આંદોલનની ચીમકી આપી

ત્યારે આ મામલે સમસ્ત બ્રહ્મ ગુજરાત સમાજ જેવા સંગઠનોએ ન્યાયની માગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે આવો દાખલો ફરી ના બને એટલા માટે જે કોઈ પણ ગુનાપાત્ર હોય તેને કડક સજા થવી જોઈએ. તે ઉપરાંત સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) ને ઈમેઈલ મારફતે ન્યાય કરવાની માગ કરી છે. સાથે જો કોઈ ફરિયાદ કરવામાં નહીં આવે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

આ પણ વાંચો----- મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર

આ પણ વાંચો---- DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી

આ પણ વાંચો----

Tags :
Advertisement

.