Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSP માં આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધ્યું, માયાવતીએ તેમના 'ઉત્તરાધિકારી' જાહેર કર્યા...

લોકસભા ચૂંટણી 2024 માં બહુજન સમાજ પાર્ટી (BSP)ની કારમી હાર બાદ પાર્ટી સુપ્રીમો માયાવતીએ રવિવારે મોટો નિર્ણય લીધો છે. માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના અનુગામી તરીકે જાહેર કર્યો છે. BSP નેતા સરવર મલિકે કહ્યું કે, BSP વડા...
bsp માં આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધ્યું  માયાવતીએ તેમના  ઉત્તરાધિકારી  જાહેર કર્યા

લોકસભા ચૂંટણી 2024 માં બહુજન સમાજ પાર્ટી (BSP)ની કારમી હાર બાદ પાર્ટી સુપ્રીમો માયાવતીએ રવિવારે મોટો નિર્ણય લીધો છે. માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના અનુગામી તરીકે જાહેર કર્યો છે. BSP નેતા સરવર મલિકે કહ્યું કે, BSP વડા માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. આકાશ આનંદ રાષ્ટ્રીય સંયોજકનો ચાર્જ સંભાળશે. બે દિવસ પહેલા BSP એ પણ આકાશ આનંદને પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભા પેટાચૂંટણી માટે સ્ટાર પ્રચારક જાહેર કર્યા હતા.

Advertisement

માયાવતીએ દોઢ મહિના પછી પોતાનો નિર્ણય બદલ્યો...

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ લગભગ દોઢ મહિના પહેલા તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હતા. તેમણે આકાશ આનંદને અપરિપક્વ ગણાવીને જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધો હતો.

Advertisement

લખનઉમાં રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાઈ...

રવિવારે પાર્ટીના વડા માયાવતીએ લખનઉમાં BSP રાજ્ય કાર્યાલયમાં રાષ્ટ્રીય સ્ટારની બેઠકનું આયોજન કર્યું હતું કેમાં કેન્દ્રીય અધિકારીઓ ઉપરાંત રાજ્યના પ્રમુખો અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ પ્રથમ વખત યોજાયેલી આ બેઠકમાં ઘણા મુદ્દાઓની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવશે. બેઠક બાદ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કેવા આવ્યું છે કે, 'BSP રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવારીએ ફરીથી આકાશ આનંદને સંપૂર્ણ પરિપક્વતા સાથે પાર્ટીમાં કામ કરવાની તક આપી છે. પહેલાની જેમ જ તેઓ પાર્ટી,અ તેમના તમામ પદો સંભાળશે. મતલબ કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોવાની સાથે તેઓ મારા એકમાત્ર ઉત્તરાધિકારી પણ રહેશે.

લોકસભા ચૂંટણીમાં લીધો હતો આશ્ચર્યજનક નિર્ણય...

અગાઉ, ગયા વર્ષે ડિસેમ્બરમાં, BSP વડાએ આકાશ આનંદને તેમના 'ઉત્તરાધિકારી' તરીકે જાહેર કર્યા હતા અને દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું ત્યારે તેમને હટાવવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

ચૂંટણીમાં પાર્ટીને એક પણ સીટ જીતી નથી...

સીતાપુરમાં ચૂંટણી રેલીમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ આનંદ અને અન્ય ચાર સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી જ માયાવતીએ આ પગલું ભર્યું હતું. આ વખતે લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડનાર બસપાને રાજ્યની 80 બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી.

આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી, શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી પ્રથમ FIR…

આ પણ વાંચો : NEET પેપર કાંડનું હવે મહારાષ્ટ્ર કનેક્શન આવ્યું સામે, વાંચો અહેવાલ

આ પણ વાંચો : PAPER LEAK :શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ

Tags :
Advertisement

.