AIMIM: અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો
દેશના નવા પસંદગી પામેલા સાંસદોના શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં અનેક સાંસદોના શપથ વાયરલ થઇ રહ્યા છે. જો કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન AIMIM ના વડા અને પોતાના વક્તવ્યોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા અસદુદ્દીન ઓવૈસીએ વિવાદિત રીતે શપથ ગ્રહણ કર્યા હતા. પોતાની શપથ ગ્રહણ થયા બાદ તેઓએ જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો હતો.
Asaduddin Owaisi એ જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો
આ પ્રકારના નિવેદન બાત ફરી એકવાર રાજકારણ ગરમાયું
આવા લોકો સંવિધાન વિરોધી નિવેદનો જાહેરમાં આપે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જય સંવિધાન અને જય ભીમ-જય મીમ જેવા નારા લગાવી ચુકેલા ઓવૈસીએ આ વખતે જય ફિલિસ્તાનનો નારો લગાવીને ફરી એકવાર વિવાદના મધપુડાને છંછેડી દીધો છે. જ્યારે AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથ ગ્રહણની અંતે જ્ય ફિલિસ્તાનીનો નારો લગાવ્યો હતો, ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ શોભા કરંદલાજે આ નિવેદન પર વાંધો ઉઢાવ્યો હતો.
આ પ્રકારના નિવેદન બાત ફરી એકવાર રાજકારણ ગરમાયું
#18thLokSabha: Asaduddin Owaisi ,(All India Majlis-E-Ittehadul Muslimeen) takes oath as Member of Parliament (Hyderabad , Telangana )#LokSabha #RajyaSabha #parliamentsession @LokSabhaSectt @asadowaisi pic.twitter.com/zG3o0eFsa7
— SansadTV (@sansad_tv) June 25, 2024
ત્યાર બાદ લોકસભા અધ્યક્ષ રાધામોહન સિંહે અસુદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી નીકળી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને આ એજ વિડીયો છે, જેમાં તેઓ જય ફિલિસ્તાનીનો નારો લગાવ્યો હતો. તો બીજી તરફ AIMIM ના વડા Asaduddin Owaisi ના આ પ્રકારના નિવેદન બાત ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.
આવા લોકો સંવિધાન વિરોધી નિવેદનો જાહેરમાં આપે છે
તો જ્યારે મીડિયાએ AIMIM ના વડા Asaduddin Owaisi ને તેમના નિવેદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મેં મારા શપથ ગ્રહણના અંતિમ નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું હતું કે, જય ભીમ-જય મીમ, જય તેલંગાણા અને જય ફિલિસ્તાન.... તો BJP Leaders કિશન રેડ્ડીએ Asaduddin Owaisi ના આ નિવેદનની કડક નિંદા કરી છે. તે ઉપરાંત લોકસભા અધ્યક્ષે નિવેદનને રેકોર્ડ યાદીમાંથી પણ હટાવવાની સૂચના આપી છે. તો એક તરફ આવા લોકો સંવિધાનને બચાવવાની વાતો કરે છે, તો બીજી તરફ આવા લોકો સંવિધાન વિરોધી નિવેદનો જાહેરમાં આપે છે.
આ પણ વાંચો: CM કેજરીવાલ જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો