Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા : ડો. મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ (Ahmedabad) રાજકોટમાં સામૂહિક આત્મહત્યા પ્રયાસ મામલે સરકારને ઘેરી ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યાઃ મનીષ દોશી ટેટ-1, 2, TAT પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરાય : મનીષ દોશી Ahmedabad : કોંગ્રેસ પ્રવક્તા...
ahmedabad   ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા   ડો  મનીષ દોશી
  1. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ (Ahmedabad)
  2. રાજકોટમાં સામૂહિક આત્મહત્યા પ્રયાસ મામલે સરકારને ઘેરી
  3. ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યાઃ મનીષ દોશી
  4. ટેટ-1, 2, TAT પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરાય : મનીષ દોશી

Ahmedabad : કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Dr. Manish Doshi) પત્રકાર પરિષદ યોજી હતી, જમાં રાજકોટમાં સામૂહિક આત્મહત્યા પ્રયાસ મુદ્દે અને શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ આ સાથે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે મોંઘવારીમાંથી (Gujarat Inflation) નાગરિકોને રાહત આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Botad : વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતાં લંપટ શિક્ષકનો Video વાઇરલ, લોકોમાં રોષ, હાઇવે પર ચક્કાજામ

ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા : મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Dr. Manish Doshi) પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે રાજકોટમાં થયેલા સામુહિક આત્મહત્યા પ્રયાસ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા છે. અનેક પરિવારો આર્થિક બરબાદીમાં ધકેલાઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરત જેવા મોટા શહેરમાં સામૂહિક આત્મહત્યા (Rajkot Mass Suicide) કરવા લોકો મજબૂત બન્યા છે. તેમણે કહ્યું કે, મોંઘવારી વધવાનાં કારણે આત્મહત્યાનાં કેસ પણ વધ્યા છે. મોંઘવારી વઘવાથી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આ સાથે તેમણે સરકારને મોંઘવારીથી રાહત આપવા માગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ગ્રાહક સુરક્ષાના નામે માગી-માગી 100 માંગ્યા..! તોડબાજ ગેંગનાં વર્તનથી શંકા જતાં લોકોએ પોલીસ હવાલે કર્યાં

Advertisement

શિક્ષણ સહાયકની જગ્યાઓમાં વધારો કરવા રજૂઆત

આ સિવાય, ડો. મનીષ દોશીએ મીડિયા માધ્યમ થકી જણાવ્યું કે, તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને શિક્ષણ સહાયકની જગ્યાઓમાં વધારો કરવા રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, ટેટ-1, 2 તેમ જ TAT પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવામાં આવે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, જેને જલદી ભરવામાં આવે. તેમણે કહ્યું કે, લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માગ છે. વય મર્યાદામાં છૂટછાટ અપાશે તો અનેક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને લાભ મળશે.

આ પણ વાંચો - Ahmedabad : સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ!

Tags :
Advertisement

.