બહેનની સગાઈ તૂટતા ભાઈને માઠું લાગ્યું, કર્યું એવું કૃત્ય થયો જેલ હવાલે
બહેન સાથે સગાઈ ન થવાથી ભાઈએ યુવક સાથે બદલો લીધો
યુવતીના ભાઈમાં બદલો લેવાની વૃત્તિ જાગી હતી
પરિવારજનોને બદનામીનો સામનો કરવો પડ્યો હતો
Ahmedabad Odhav Crime Case : અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં આરોપી તરીકે ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પહેલા પણ આવા અનેક કિસ્સા ગુજરાતમાંથી સામે આવ્યા છે. આ ઘટનામાં એક આરોપી ફોટોગ્રાફરે એક પરિવારના તમામ સભ્યોના ફોટો વાંધાજનક રીતે બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતાં. તે ઉપરાંત આ પરિવારજનોના સગા-સંબંધીઓમાં આ પ્રકારના ફોટો વાયરલ કરતો હતો. જોકે આ આરોપી ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે.
યુવતીના ભાઈમાં બદલો લેવાની વૃત્તિ જાગી હતી
તો સમગ્ર મામલો આ રીતે હતો કે, ઓઢવમાં આવેલા એક પરિવારની યુવતીની સગાઈ જે યુવક સાથે થવાની હતી. તે યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધા હતાં. તે ઉપરાંત તેણે લગ્ન પણ કરી લીધા હતાં. તો જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારજનોને ખબર પડી હતી, ત્યારે તેઓ નિરાશ થયા હતાં. તેમાં પણ ખાસ કરીને યુવતીના ભાઈમાં બદલો લેવાની વૃત્તિ જાગી ઉઠી હતી. જોકે યુવતીનો ભાઈ ફોટોગ્રાફર તરીકે વ્યવસાય કરતો હતો. બીજી તરફ જે યુવતી સાથે ફરીયાદી યુવકે લગ્ન કર્યા હતાં. તે આરોપીના નજીકના સંબંધની દીકરી હતી.
આ પણ વાંચો: Aravalli : સાબર ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ HC નો મહત્ત્વનો આદેશ
પરિવારજનોને બદનામીનો સામનો કરવો પડ્યો હતો
ત્યારે આ વાત જાણતા અન્ય યુવતીના ભાઈના મગજમાં કાળ સવાર હતો. તેના કારણે યુવતીની ભાઈએ બદલો લેવા માટે ફરિયાદી યુવક અને તેને પત્ની સહિત તમામ પરિવારજનોના ફોટો વાંધાજનક રિતે બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતાં. તેના કારણે ફરિયાદી યુવક અને તેના પરિવારજનોને બદનામીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત અન્ય સગા-સંબંધીઓમાં પણ આ વાંધાજનક ફોટો વાયરલ કરવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલે યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. ત્યારે પોલીસે આરોપી ફોટોગ્રાફરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Morbi : મણી મંદિર પરિસરમાં દરગાહનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા શહેરનાં યુવાનો મેદાને, કહ્યું - આ ધરોહરને..!