Samajwadi party એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે : Aditya Thackeray
- નેતાએ 1992 માં બાબરી મસ્જિદ માટે કટાક્ષ કર્યો હતો
- અમારું હિન્દુત્વ લોકોના ઘરમાં ભોજન આવે તેવું હિન્દુત્વ
- SP એ ગઠબંધન ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવાની જરૂર
Aditya Thackeray On Samajwadi party : આજરોજ Maharashtra માં સમાજવાદી પાર્ટી (SP) એ વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) થી અલગ થવાની જાહેરાત કરી છે. જોકે બાબરી મસ્જિદને લઈને એક્સ પર પોસ્ટ કરતી વખતે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ 1992 માં બાબરી મસ્જિદ માટે કટાક્ષ કર્યો હતો. જેના કારણે SP ધારાસભ્ય અબુ આઝમી નારાજ હતા. તો આ મામલે નેતા Aditya Thackeray એનું નિવેદન સામે આવ્યું છે.
અમારું હિન્દુત્વ લોકોના ઘરમાં ભોજન આવે તેવું હિન્દુત્વ
નેતા Aditya Thackeray એ એ જણાવ્યું છે કે, Maharashtra માં SP ના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. તો ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. હું મુંબઈની સમાજવાદી પાર્ટી વિશે વધુ વાત કરવા નથી માંગતો. પરંતુ રાજ્યમાં તેમના કેટલાક નેતાઓ ભાજપને અને ક્યારેક તેમની બી-ટીમને મદદ કરે છે. બધા જાણે છે કે તેઓ આ ચૂંટણીમાં કેવી રીતે વર્તે છે. તો અમારું હિન્દુત્વ લોકોના ઘરમાં ભોજન આવે તેવું હિન્દુત્વ છે. અમારા હિન્દુત્વમાં રામ અને હાથને રોજગારી પૂરું પાડનાર હિન્દુત્વ છે.
Aditya Thackeray says Samajwadi party in Maharashtra is the B team of BJP.
This Alliance 😂😂pic.twitter.com/krN2rbPEiV
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) December 8, 2024
આ પણ વાંચો: Haryana માં પરિવારના 5 સભ્યોનું ગળું કાપ્યું, 4 ના મોત, 13 વર્ષનો પૌત્ર જીવન મરણ વચ્ચે...
SP એ ગઠબંધન ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવાની જરૂર
Maharashtra વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્યો છે અને ગઠબંધનમાં જોડાવા બદલ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાન ભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા આઝમીએ કહ્યું કે Maharashtra વિધાનસભા ચૂંટણીમાં તેની તાજેતરની હાર પછી, શિવસેના (UBT) એ હિન્દુત્વ એજન્ડા અપનાવ્યો છે. જેના કારણે SP એ ગઠબંધન ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવાની જરૂર છે.
આ પણ વાંચો: Rajasthan ના પાલીમાં સ્કૂલ બસ પલટી, 3 વિદ્યાર્થીઓના મોત...