Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

19 વર્ષ પછી શ્રાવણમાં આવશે અધિક માસ, 59 દિવસ ઉજવાશે શ્રાવણ મહિનો 

અહેવાલ--કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ હિંદુ ધર્મ (Hinduism)માં શ્રાવણ માસને સૌથી પવિત્ર (holy) મહિનો માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ આ વર્ષે એટલે કે વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ...
19 વર્ષ પછી શ્રાવણમાં આવશે અધિક માસ  59 દિવસ ઉજવાશે શ્રાવણ મહિનો 
અહેવાલ--કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ
હિંદુ ધર્મ (Hinduism)માં શ્રાવણ માસને સૌથી પવિત્ર (holy) મહિનો માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ આ વર્ષે એટલે કે વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે. આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે, જેમાં કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે. અધિક માસને પુરુષોત્તમ માસ (Purushottam mas) પણ કહેવાય છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ભારતમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થશે.
હિંદુ પંચાગમાં પણ દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે
અંગ્રેજી કેલેન્ડરની જેમ હિંદુ પંચાગમાં પણ વર્ષના 12 મહિના છે. હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ–તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. ઘણી વખત કોઇ મહિનામાં તિથિનો ક્ષય થવાથી એટલે કે તિથિ ઘટી જવાથી દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અંગ્રેજી કેલેન્ડર એટલે કે ગ્રેગોરિયન કેલેંડરમાં જેવી રીતે દર ત્રણ વર્ષે એક લીપ યર આવે છે તેવી જ રીતે હિંદુ પંચાગમાં પણ દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે.
ADHIK MAS
17 ઓગસ્ટથી મૂળ શ્રાવણ મહિનો શરૂ થશે
ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોની તુલનાએ ગુજરાતમાં હિંદુ માસ 15 દિવસ મોડા શરુ થાય છે પરંતુ તિથિ અનુસાર આવતા તહેવારોમાં કોઇ ફેરફાર નથી થયો. ઉતર ભારતના રાજ્યોમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ 2023 શરૂ થઇ ગયો છે. તો ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્વાસ માસ શરૂ થશે અને 16 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મૂળ શ્રાવણ મહિનો શરૂ થશે જે 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. આમ વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.
અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે
સામાન્ય રીતે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે અને તે દરમિયાન ભગવાન વિષ્ણની પૂજા-આરાધના કરવાનું વિઘિ-વિધાન છે. વર્ષ 2023માં અધિક શ્રાવસ માસ છે અને તે ભગવાન શિવને સમર્પિત છે. આમ અધિક શ્રાવણ માસમાં ભક્તો ભગવાન વિષ્ણની સાથે સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના કરી શકશે.
BHAGWAN SHANKAR
આ મહિનો શુભ કાર્યો માટે સારો નથી
અધિક મહિનામાં શુભ કાર્યો માટે કોઈ શુભ સમય નથી. શુભ કાર્યો જેવા કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશની વિધિ વગેરે. જેવા શુભ કામ ન કરવા. જ્યોતિષશાસ્ત્ર માને છે કે સૂર્ય સંક્રાંતિ મલમાસમાં નથી થતી, સંક્રાંતિ ન હોવાને કારણે આ મહિનો શુભ કાર્યો માટે સારો નથી. આ કારણોસર તેને અધિક મહિનો એટલે કે મલમાસ કહેવામાં આવે છે.
અધિક મહિનામાં આ કાર્યો કરો
અધિક મહિનામાં પૂજા કરો. દિવસની શરૂઆત સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને કરો. શિવજી, વિષ્ણુજીનો અભિષેક કરો. પરોપકાર કરો. પવિત્ર નદીમાં સ્નાન કરો અને તીર્થસ્થાનની મુલાકાત લો. આ દિવસોમાં શાસ્ત્રોનો પાઠ કરવો જોઈએ. મંત્રોનો જાપ કરો અને ધ્યાન કરો.
Advertisement
Tags :
Advertisement

.