Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગર નજીક નશાયુક્ત બિસ્કિટ ઝડપાયા

ગુજરાત ATSએ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી એક રેસ્ટરોરન્ટમાં દરોડા પાડીને નશાયુક્ત બિસ્કિટ વેચનાર ત્રણ શખસોની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય શખસો છેલ્લા એક વર્ષથી આ નાશનો કાળો કારોબાર આ રેસ્ટરોરન્ટમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે.ગુજરાત ATSએ નશાયુક્ત બિસ્કિટ કબ્જે કર્યાભાટ ટોલટેક્ષ પાસેની એક રેસ્ટોરન્ટમાં પાડ્યા દરોડા. ગાંજાના બિયામાંથી નીકળતા તેલમાંથી બિસ્ક
ગાંધીનગર નજીક નશાયુક્ત બિસ્કિટ ઝડપાયા
ગુજરાત ATSએ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી એક રેસ્ટરોરન્ટમાં દરોડા પાડીને નશાયુક્ત બિસ્કિટ વેચનાર ત્રણ શખસોની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય શખસો છેલ્લા એક વર્ષથી આ નાશનો કાળો કારોબાર આ રેસ્ટરોરન્ટમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSએ નશાયુક્ત બિસ્કિટ કબ્જે કર્યા
ભાટ ટોલટેક્ષ પાસેની એક રેસ્ટોરન્ટમાં પાડ્યા દરોડા. ગાંજાના બિયામાંથી નીકળતા તેલમાંથી બિસ્કિટ બનાવવામાં આવતા હતા.ત્રણ શખશોની ધરપકડ કરવામાં આવી.
અત્યાર સુધી ગુજરાતમાં આવેલી દરિયાઈ સીમામાંથી સફેદ ઝેર મળી આવ્યું હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે પરંતુ એક નવી જ મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ ગુજરાત ATSએ કરી નાંખ્યો છે.  જેમાં " કેનાબીજ" એટલેકે ગાંજાના છોડમાં જે બિજ હોય છે તેમાંથી તેલ નીકળતું હોય છે. આ તેલને કુકીઝ એટલેકે બિસ્કિટમાં ભેળવીને વેચનારા ત્રણ શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે.
કેવી હતી મોડેસ ઓપરેન્ડી
  • ગાંજાના તેલ માંથી બિસ્કિટ બનાવતા હતા અને વેંચતા હતા.
  • 01 બિસ્કિટના રૂપિયા 4000 વેંચતા હતા.
  • ગાંજાના  બિયામાંથી જે તેલ નીકળે તે પણ વેંચતા હતા.
  • 01 ગ્રામ ગાંજાનું તેલ રૂપિયા 2500થી 3000માં વેચતાં હતા.
ગુજરાત ATSની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓમાં નામ છે જય કિશન ઠાકોર, અંકિત રાજકુમાર ફુલહરી તથા સોનુ આમ આ ત્રણેય આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરીને સ્થાનિક પોલીસ એટલેકે અડાલજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ ગાંધીનગર SOG પોલીસ આગળના સમયમાં હાથ ધરશે. કારણકે NDPSના કેસની તપાસની સત્તા એસઓજી હસ્તગત રહેતી હોય છે.
ગુજરાત ATSની ટીમ દ્વારા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી ચૂલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા તે સમયે આરોપી જયકીશન ઠાકોર પાસેથી એમેઝોનના બોક્સ પણ મળી આવ્યા હતા જેમાં તે ડિલિવરી કરતો હોવાની કબૂલાત  પોલીસ સમક્ષ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી 02 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્ય પદાર્થમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે. હાલ તો 1.59 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.