Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ABSS Program: અખિલ ભારતીય સંત સમિતિએ મહાસંત સંમેલનનું કર્યું આયોજન

ABSS Program: ગુજરાત પ્રદેશના અખિલ ભારતીય સંત સમિતિ અને એક જગન્નાથજી મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ જગતગુરુ અવિચલ મહારાજ રામ જન્મભૂમિ આંદોલનના એક પેઢીના સંત દ્વારા કરવામાં આવ્યું છે....
abss program  અખિલ ભારતીય સંત સમિતિએ મહાસંત સંમેલનનું કર્યું આયોજન

ABSS Program: ગુજરાત પ્રદેશના અખિલ ભારતીય સંત સમિતિ અને એક જગન્નાથજી મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ જગતગુરુ અવિચલ મહારાજ રામ જન્મભૂમિ આંદોલનના એક પેઢીના સંત દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

  • 3 દ્રષ્ટાંતો પર માર્ગદર્શન અપાશે
  • 28 વર્ષ રામલલા તંબુમાં રહ્યા
  • એક મહંત દ્વારા પ્રધાનમંત્રી પર કટાક્ષ કરાયો
  • આગામી લોકસભામાં BJP સરકાર 400 પાર

3 દ્રષ્ટાંતો પર માર્ગદર્શન અપાશે

અખિલ ભારતીય સંત સમિતિ બામદેવજી દ્વારા શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત સંત સમિતિ સંત-મહંત દ્વારા તમામ પદ અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. તે ઉપરાંત આ આયોજનનો મુખ્ય હેતુ ગૌ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષા પર માર્ગદર્શન આપવાનો છે.

28 વર્ષ રામલલા તંબુમાં રહ્યા

જો કે વર્ષ 1983 માં બામદેવજીની આગેવાનીમાં પહેલી વાર પંજાબથી રામ મંદિરની લડત શરૂ કરી હતી. સંત બામદેવજી દ્વારા રામ મંદિર અને રાજકારણ પર મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ 28 વર્ષ સુધી અયોધ્યમાં રામલલા તંબુમાં રહ્યા હતા.

Advertisement

તે ઉપરાંત મહારાજે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમના કહ્યા પ્રમાણે, કોંગ્રેસે રામ મંદિરના નિર્માણમાં દર વખતે બહાના બતાવ્યા હતા. તો અનેક વખત ED દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. તે સાથે રામલલાના બિરાજમાન સાથે જ જ્ઞાનવ્યાપીનું પણ તાળું તૂટ્યું હતું.

ABSS Program

ABSS Program

Advertisement

એક મહંત દ્વારા પ્રધાનમંત્રી પર કટાક્ષ કરાયો

દેશના એક મહાંડલેશ્વરે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વીડિયો અને પત્ર જાહેર કરી જણાવ્યું હતું કે, PM Modi પ્રાણ પ્રતિષ્ઠા ના કરી શકે, તેમનું જીવન કોંગ્રેસના રૂપિયા પર ચાલતું હતું. તેથી જ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 159 પરંપરા માંથી 4 હજાર સંતો અયોધ્યા આવ્યા હતા. તે ઉપરાંત અમારું લક્ષ્ય રાજનીતિ નથી અને અમારા માંથી જે રાજનીતિમાં જાય તે અમારા પદાધિકારી રહેતા નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ નથી કરતા એવા ભ્રમમાં ના રહે, ભાજપના પણ અનેક નેતાઓ નાસ્તિક છે. 1 હજાર વર્ષમાં એક એવા નેતા આવે છે જે આવા નિર્ણયો લઈ શકે છે. PM Modi અમારા ચક્રવતી સમ્રાટ છે.

આગામી લોકસભામાં BJP સરકાર 400 પાર

22 જાન્યુ. એ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દિલીપ દાસજી મહારાજની સાથે આખું ગુજરાત રાજ્યના સંતો હાજર રહ્યા હતા. અયોધ્યા તો એક ઝાંખી છે, કાશી અને મથુરા પણ જીતીને બતાવીશું. સંત સમિતિની તમામ બેઠકો 745 જિલ્લામાંથી 600 જિલ્લામાં પહોચી ચૂકી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં PM Modi ના ખોળે સંત-મહંતો ભેગા મળીને 400+ સીટ જીતાડશે.

આ પણ વાંચો: Anand BJP Program: આણંદ જિલ્લામાં 2500 કોંગી કાર્યકરોએ કેસરિયો અપનાવ્યો

Tags :
Advertisement

.