Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

69th National Film Awards 2023 : શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ 'સરદાર ઉધમ', આલિયા- કૃતિ સેનન શ્રેષ્ઠ અભિનેત્રી, 'પુષ્પા'ની થઇ વાહ-વાહી

69 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે આ એવોર્ડ ફંક્શનમાં દેશના પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ, અભિનેત્રીઓ, દિગ્દર્શકો, નિર્માતાઓ અને સહાયક કલાકારોની તેમના કામ માટે પ્રશંસા કરવામાં આવે છે. આ વખતે પહેલીવાર આલિયા ભટ્ટ, કૃતિ સેનન, વિકી...
69th national film awards 2023   શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ  સરદાર ઉધમ   આલિયા  કૃતિ સેનન શ્રેષ્ઠ અભિનેત્રી   પુષ્પા ની થઇ વાહ વાહી

69 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે આ એવોર્ડ ફંક્શનમાં દેશના પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ, અભિનેત્રીઓ, દિગ્દર્શકો, નિર્માતાઓ અને સહાયક કલાકારોની તેમના કામ માટે પ્રશંસા કરવામાં આવે છે. આ વખતે પહેલીવાર આલિયા ભટ્ટ, કૃતિ સેનન, વિકી કૌશલ અને પલ્લવી જોશીએ પણ આ એવોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

Advertisement

આ વખતે કેતન મહેતાનો જ્યુરી સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ વ્યવસાયે ભારતીય ફિલ્મ નિર્દેશક છે.

Advertisement

  • બેસ્ટ મિશિંગ ફિલ્મ - બામ્બૂ
  • રાઇસ બેસ્ટ આસામી ફિલ્મ - અનુર
  • બેસ્ટ બંગાળી ફિલ્મ - કલકોક્કો
  • બેસ્ટ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ - લાસ્ટ ફિલ્મ શો
  • બેસ્ટ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
  • બેસ્ટ મેથાલી ફિલ્મ - સામનાર
  • બેસ્ટ મરાઠી ફિલ્મ - એકડા કે ઝાલા
  • બેસ્ટ મલયાલમ ફિલ્મ - હોમ
  • બેસ્ટ મીટીલોન- અવર હોમ
  • બેસ્ટ ઓડિયા ફિલ્મ- પ્રતિક્ષા
  • બેસ્ટ તમિલ ફિલ્મ- કડાઈસી વિવાસયી
  • બેસ્ટ તેલુગુ ફિલ્મ- ઉપેના
ટેક્નિકલ પુરસ્કારોની સૂચી

  • બેસ્ટ એક્શન ડિરેક્શન એવોર્ડ - RRR
  • બેસ્ટ કોરિયોગ્રાફી - RRR
  • બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ - RRR
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - શેરશાહ
  • બેસ્ટ લિરિક્સ - કોંડા પોલમ
  • બેસ્ટ કોરિયોગ્રાફી - RRR - પ્રેમ રક્ષિત
  • બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી
વસંત સાઈ, જ્યુરી, નોન ફીચર ફિલ્મો:

Advertisement

  • બેસ્ટ નોન ફીચર ફિલ્મ - એક થા ગાંવ (ગઢવાલી અને અંગ્રેજી)
  • બેસ્ટ ડિરેક્શન - સ્માઈલ પ્લીઝ
  • બેસ્ટ શોર્ટ નોન ફિક્શન ફિલ્મ - દાલ ભાત (ગુજરાતી)
  • બેસ્ટ એડિટિંગ - ગંગુબાઈ કાઠિયાવાડી
  • બેસ્ટ ડાયલોગ - ગંગુબાઈ કાઠિયાવાડી
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ
ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને ત્રણ મહત્વના એવોર્ડ મળ્યા છે.
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક - Iravin Nizhal, શ્રેયા ઘોષાલ
  • 'ધ કાશ્મીર ફાઇલ્સ' બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - પલ્લવી જોશી
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - પંકજ ત્રિપાઠી (મિમી)
  • બેસ્ટ એક્ટર - અલ્લુ અર્જુન (પુષ્પા)
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ - RRR
  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન - પુષ્પા (તેલુગુ)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન - સરદાર ઉધમ
  • બેસ્ટ ઓડિયોગ્રાફી - Chavittu, સરદાર ઉધમ અને ઝીલી
  • બેસ્ટ સ્ક્રીનપ્લે - Nayattu, ગંગુબાઈ કાઠિયાવાડી
  • બેસ્ટ મેલ પ્લેબેક - કાલા ભૈરવ, RRR
  • બેસ્ટ ફીચર ફિલ્મ - Rocketery : he Nambi Effect
  • બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી અને ખીલી) સેન (મીમી)

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી. આ સિનેમામાં ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ આ પુરસ્કારો વિજેતાઓને આપે છે.

અલ્લુ અર્જુન ભાવુક થયો

અલ્લુ અર્જુનને નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ 'પુષ્પા' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ઘરે, ફિલ્મના નિર્દેશક સુકુમાર, તેમના પરિવાર, અભિનેતા અને તેમની ટીમ સાથે, એવોર્ડ ફંક્શનની જાહેરાત જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુન અને સુકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ખુશીથી ગળે મળીને ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન સુકુમાર થોડા ભાવુક પણ થઈ ગયા. તેની પત્ની પણ અલ્લુ અર્જુન માટે ભાવુક જોવા મળી હતી. અભિનેતા અને ફિલ્મની સમગ્ર કાસ્ટ માટે આ શ્રેષ્ઠ ક્ષણ હતી.

આલિયાની માતા સોની આલિયા ભટ્ટ ખુશ છે કે, તેને ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા અભિનેત્રીની માતા સોની રાઝદાને ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું- અમારો આખો પરિવાર આલિયા પર ગર્વ અનુભવે છે. અમે બધા આભારી છીએ કે આલિયાને આટલું સારું કામ કરવાની તક મળી રહી છે. આટલી નાની ઉંમરે તે આ જીવનમાં કેવું અદ્ભુત કામ કરી રહી છે, તે આશ્ચર્યજનક છે. કોઈપણ સર્જનાત્મક વ્યક્તિ માટે આનાથી મોટું સન્માન બીજું કંઈ ન હોઈ શકે. અમે બધા ખૂબ ખુશ છીએ.

આ પણ વાંચો : Medicine : જેનરિક અને બ્રાન્ડેડ દવામાં શું હોય છે અંતર! જાણો જેનરિક કેમ હોય છે આટલી સસ્તી, Video

Tags :
Advertisement

.