રેલ્વે ટ્રેક પર રીલ્સ બનાવતા ટ્રેનની અડફેટે ચઢતા 3 લોકોના મોત
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્લુ ગઢી રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવતી એક યુવતી અને બે યુવકોનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું. ખબર મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી, અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા, હાલ તેમની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચઢતા મોત ડીસીપી દેહત ઝોન ડો.ઈરાજ રાજાએ જણાવ્યું કà
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્લુ ગઢી રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવતી એક યુવતી અને બે યુવકોનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું. ખબર મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી, અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા, હાલ તેમની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચઢતા મોત
ડીસીપી દેહત ઝોન ડો.ઈરાજ રાજાએ જણાવ્યું કે સ્ટેશન માસ્ટર પાસેથી માહિતી મળી હતી કે કલ્લુ ગઢી રેલવે ટ્રેક પર એક યુવતી અને બે યુવકો દ્વારા રીલ બનાવવામાં આવી રહી હતી, દરમ્યાન પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણેયના મોત થયા હતા.
ત્રણેયની ઓળખ થવાની હજુ બાકી
ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્રણેયની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવતીની ઉંમર આશરે 22 થી 25 અને બંને યુવકોની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement