Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

25 વર્ષ પહેલા કંડલા પર ત્રાટક્યુ હતું પ્રચંડ વાવાઝોડુ, ઠેર-ઠેર ખડાકાઇ હતી લાશો, સેંકડો લોકો દરિયામાં વહી ગયા હતા

9 જૂન 1998ના રોજ કંડલા પર પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યુ હતું..જેમાં 160 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડામાં 10 હજાર લોકોના મોત થયાનું અનુમાન છે. આ વાવાઝોડામાં 1700 લોકો મિસિંગ દર્શાવાયા હતા,જે આજે પણ મિસિંગ જ...
25 વર્ષ પહેલા કંડલા પર ત્રાટક્યુ હતું પ્રચંડ વાવાઝોડુ  ઠેર ઠેર ખડાકાઇ હતી લાશો  સેંકડો લોકો દરિયામાં વહી ગયા હતા

9 જૂન 1998ના રોજ કંડલા પર પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યુ હતું..જેમાં 160 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડામાં 10 હજાર લોકોના મોત થયાનું અનુમાન છે. આ વાવાઝોડામાં 1700 લોકો મિસિંગ દર્શાવાયા હતા,જે આજે પણ મિસિંગ જ છે. આ વાવાઝોડામાં 11 હજાર પશુઓના મોત થયા હતા, તો પોર્ટ વિસ્તારમાં 1200 કરોડનું નુકસાન ગયુ હતું . જીઇબી, ખેતીવાડી સહિત અન્ય 300 કરોડનું નુકસાન થયું હતું..આ વાવાઝોડુ એટલું પ્રચંડ હતું કે 2 હજાર ટનનું જહાજ મોજામાં તણાઇ ફૂટપાથ પર આવી ગયુ હતું. કચ્છમાં 15 હજાર વીજ થાંભલાઓ ધરાશાયી થઇ ગયા હતા અને કચ્છવાસીઓને અનેક દિવસો સુધી અંધારપટનો સામનો કરવો પડ્યો હતો

Advertisement

કંડલાના વાવાઝોડામાં કુલ 45 હજાર જેટલા વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં ટ્રાન્સફોર્મર ખંડિત થઇ ગયા હતા. આ વાવાઝોડાથી કંડલા પોર્ટને 200 કરોડનું નુકસાન થયું હતું. મીઠા ઉદ્યોગને 155 કરોડનું નુકસાન થયુ હતું. મુંદ્રા અને અંજાર તાલુકાના 36 ગામોના 13લાખથી વધુ વૃક્ષો નાશ પામ્યા હતા, અને ખેતીવાડી અને બાગાયતને 1080 કરોડનું નુકસાન થયું હતું.આ વાવાઝોડાથી ભચાઉના કાંઠાળ વિસ્તારમાં 423 ઉંટ મૃત્યુ પામ્યા હતા

Advertisement
Tags :
Advertisement

.