Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રમાં 2019 નું પુનરાવર્તન! આખરે અજિત પવારને મળ્યો Dy.CM નો પાવર

મહારાષ્ટ્રમાં એકવાર ફરી 2019 નું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મોટો રાજકીય ફેરબદલ થયો છે. અજિત પવાર તેમના 30 ધારાસભ્યો સાથે સરકારમાં સામેલ થઇ ગયા છે. અજિત પવારે DY. CM તરીકે શપથ લીધા છે. તેમની સાથે આવેલા તેમના સમર્થકો...
મહારાષ્ટ્રમાં 2019 નું પુનરાવર્તન  આખરે અજિત પવારને મળ્યો dy cm નો પાવર
Advertisement

મહારાષ્ટ્રમાં એકવાર ફરી 2019 નું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મોટો રાજકીય ફેરબદલ થયો છે. અજિત પવાર તેમના 30 ધારાસભ્યો સાથે સરકારમાં સામેલ થઇ ગયા છે. અજિત પવારે DY. CM તરીકે શપથ લીધા છે. તેમની સાથે આવેલા તેમના સમર્થકો પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

Advertisement

મહારાષ્ટ્રમાં હવે બે નાયબ મુખ્યમંત્રી હશે

Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે વધુ એક ભૂકંપ આવ્યો. રાજ્યના વિપક્ષના નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે રાજભવન ખાતે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે મહારાષ્ટ્રમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. શરદ પવારના ભત્રીજા અજિત પવારે 18 ધારાસભ્યો સાથે ભાજપને સમર્થન આપ્યું છે. જણાવી દઇએ કે, અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ સિવાય 9 ધારાસભ્યો મંત્રી બન્યા છે, જેમાં છગન ભુજબળ, દિલીપ વાલ્સે, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, ધર્મરાવ બાબા, અદિતિ તટકરે, સંજય બંસોડડે અને અનિલ પાટીલના નામ સામેલ છે. મહારાષ્ટ્ર રાજભવન ખાતે આ શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2019માં પણ અજિત પવારે બળવો કર્યો હતો. ત્યારબાદ તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે વહેલી સવારે રાજભવન ખાતે શપથ લીધા હતા. જોકે, શરદ પવાર સક્રિય થયા પછી તેઓ પાછા આવ્યા અને પછી મહા વિકાસ અઘાડીની રચના થઈ અને લગભગ અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર ચાલી.

કેવી રીતે આવ્યું આ રાજકીય પરિવર્તન ?

અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એકનાથ શિંદે અને અજિત પવારની ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેમાં આ રાજકીય પરિવર્તનની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અજિત પવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી ખાતે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અજિતે વિપક્ષના નેતાની જવાબદારી છોડીને સંગઠનમાં કોઈપણ પદ પર કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી NCPમાં અજિત પવારના મહારાષ્ટ્ર અધ્યક્ષ બનવાની ચર્ચાએ જોર પકડ્યું.

વિપક્ષી એકતાને લાગ્યો મોટો ઝટકો

સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPનો ભાજપ-શિવસેનાને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે મોટો આંચકો છે. આ નિર્ણય શરદ પવારની મંજૂરી વિના લઈ શકાયો ન હોત અને કોંગ્રેસ રાહુલ ગાંધીને થોપવાના પ્રયાસનું પરિણામ છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે તાજેતરમાં દાવો કર્યો હતો કે NCP નેતા અજિત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ પછી તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. હકીકતમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અજીતની મુલાકાતના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ રાઉતે આ દાવો કર્યો હતો.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં એકવાર ફરી રાજકીય નાટક, અજીત પવાર સમર્થકો સાથે પહોંચ્યા રાજભવન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ, ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા

featured-img
ધર્મ ભક્તિ

Rashifal: આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ફળદાયી, વાંચો આજનું રાશિ ભવિષ્ય

featured-img
Top News

Donald Trump Oath : US માં ફક્ત પુરુષ અને મહિલા, હવે કોઈ થર્ડ જેન્ડર નહીં' : ટ્રમ્પ

featured-img
રાષ્ટ્રીય

PM Modi :ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

featured-img
Top News

Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'

featured-img
આંતરરાષ્ટ્રીય

Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

×

Live Tv

Trending News

.

×