પૂર્વ ધારાસભ્યના ઘરે નવા વર્ષે જ ચોરી, 2 કરોડ રૂપિયા લઇને ચોર ફરાર
- સપાના પૂર્વ ધારાસભ્યના ઘરે ચોરોએ હાથ સાફ કર્યો
- ધારાસભ્ય દિલ્હીમાં હોવાથી ઘર ખાલી હતું અને ચોર ઘુસ્યા
- 1.75 કરોડ રૂપિયાના ઘરેણા તથા 35 લાખ રૂપિયા રોકડાની ચોરી
જૌનપુર : રામપુર વિસ્તારમાં સિધવન ઔદ્યોગક વિસ્તારમાં ભદોહીના પૂર્વ સપા ધારાસભ્ય મધુબાલા પાસીના ઘરે રવીવારે મોડી રાત્રે ચોરી થઇ હતી. જેમાં ચોર 1.75 કરોડ રૂપિયાના ઘરેણા, 35 લાખ રૂપિયા રોકડા ચોરી ગયા હતા. ચોર રસોડાની બારીની ગ્રીલ તોડીને ઘરની અંદર ઘુસ્યા હતા. ત્યાર બાદ તિજોરી અને લોખંડનો કબાટમાં મુકેલા ઘરેણા અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. જે સમયે ચોરી થઇ તે સમયે ચોરી થઇ ત્યારે મકાન માલિક પૂર્વ ધારાસભ્ય દિલ્હીમાં હતા.
પોલીસના દાવા ફરી એકવા પોકળ સાબિત થયા
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ એસપી ક્રાઇમબ્રાંચ અને પોલીસ સ્ટેશન ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મધુબાલા પાસી દીપાવલીના તહેવાર મનાવવા માટે દિલ્હી ગયા હતા. ઘરે માત્ર તેમનો ડ્રાઇવર રાજેશ યાદવ જ હતો. આ અંગે ધારાસભ્યના ભત્રિજા રાકેશ કુમાર દ્વારા રામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત
રસોડાની ગ્રિલ તોડીને ચોર અંદર ઘુસ્યા
રાકેશ કુમારે જણાવ્યું કે, કિચમાં લાગેલી બારીની ગ્રિલ તોડીને ચોર ઘરમાં ઘુસી ગયા. ત્યાર બાદ તેમણે લોખંડનો કબાટ અને તિજોરી તોડી હતી. આશરે 1.75 કરોડ રૂપિયાની કિંમતના ઘરેણા અને 35 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મધુબાલા દિલ્હીમાં હતા. કારણ કે તેમના પતિ દિલ્હી રેલ મંત્રાલયમાં નિર્દેશક છે.
આ પણ વાંચો : Reliance Jio IPO: પૈસા તૈયાર રાખો...મુકેશ અંબાણી લાવી રહ્યા છે સૌથી મોટો IPO?
પૂર્વ ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસ એલર્ટ
આ અંગે માહિતી આપતા વિવેક કુમારે જણાવ્યું કે, ધારાસભ્યના ભત્રિજાની ફરિયાદના આધારે પોલીસ તપાસ ચાલુ કરી છે. ઘટના સ્થળ પર ફોરેન્સિક દ્વારા તપાસ કરાવાઇ રહી છે. શંકાસ્પદને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, ઝડપથી આ મામલે ખુલાસો કરી લેવાશે.
આ પણ વાંચો : Canada માં ખાલિસ્તાનીઓ સામે હિન્દુઓ એક થયા, વિશાળ રેલી નીકાળી અને...