Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ

CTM Overbridge: અમદાવાદમાં ફરી એકવાર અગમ્ય ઘટના ઘટી છે. અમદાવાદ શહેરના બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શહેરના CTM ઓવરબિજ પરથી એક યુવકે અગમ્ય કારણોસર પડતું મક્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુવક એ અગમ્ય કારણોસર...
11:59 PM Feb 06, 2024 IST | VIMAL PRAJAPATI
CTM

CTM Overbridge: અમદાવાદમાં ફરી એકવાર અગમ્ય ઘટના ઘટી છે. અમદાવાદ શહેરના બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શહેરના CTM ઓવરબિજ પરથી એક યુવકે અગમ્ય કારણોસર પડતું મક્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુવક એ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય સાથે ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. ઘટનાને પગેલ પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

યુવકને એલ.જી હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, ભરચક પસાર થતા વ્યસ્ત ટ્રાફિકની વચ્ચે એકાએક આ યુવક કુદકો મારતા વાહનચાલકો સહિત ટ્રાફિક પોલીસના જવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ કમનસીબ અને કરુણ ઘટના બન્યા બાદ અનેક નાગરિકો અને વાહનચાલકોઓ 108ને ફોન કરતા ત્રણ જેટલી ઈમરજન્સીની 108 વાન આવી પહોંચી હતી. મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં બનેલી આ ઘટનાને પગલે ઘટનાસ્થળેથી તે યુવકને સારવાર અને બચાવ માટે મણિનગરની એલ.જી હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યો હતો.

ઓવરબ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી

નોંધનીય છે કે, CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, 30 વર્ષિય યુવકે અગમ્ય કારણસર બ્રિજ પરથી છલાંગ હતી. સારવાર માટે અત્યારે આ યુવકને મણિનગરની એલ.જી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. યુવકની સારવાર મળે તે માટે અનેક લોકોએ 108 માં કોલ કરતા એક સાથે 3 108 ઘટના સ્થળે પહોંચી હતી. CTM ચાર રસ્તા નજીક ઉભેલા ટ્રાફિક જવાનો ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: JAMNAGAR: ગોવાણના બોરવેલમાં પડ્યું બાળક, માસૂમ બાળકની રેસ્ક્યૂ કામગીરી યથાવત

Tags :
AhmedabadAhmedabad NewsGujarat Newsgujarat news latestGujarati News
Next Article