Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Tribal Day : રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, CM અને ગૃહરાજ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

આજે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) છે. આ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ખેડબ્રહ્મામાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આ ઉજવણી...
world tribal day   રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી  cm અને ગૃહરાજ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે

આજે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) છે. આ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ખેડબ્રહ્મામાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આ ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી લોકોને સંબોધિત પણ કરશે.

Advertisement

આ પણ વાંચો - Narmada : આજે ગરૂડેશ્વર અને કેવડિયા બંધ, બે આદિવાસી યુવકોના મોત બાદ રાજકારણ ગરમાયું

ખેડબ્રહ્મામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ

આજે રાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં અનેક ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે ખેડબ્રહ્મામાં (KhedBrahma) આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત મંત્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી લોકોને સંબોધિત પણ કરશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : નવી કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું, ફાઇલોના પોટલા લોબીમાં મુકાયા

Advertisement

તાપીનાં ડોલવણમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

માહિતી મુજબ, મુખ્યમંત્રી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. બીજી તરફ તાપીનાં (Tapi) ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day,) ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીઓ, નેતાઓ અને લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો - CHHOTA UDAIPUR: 9 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ! હસ્તકલાને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ

Tags :
Advertisement

.