Ahmedabad: વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે ધર્મસભા યોજાઈ, પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી
- પહલગામ આતંકી હુમલાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન
- વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે ધર્મસભા યોજાઈ
- આતંકી હુમલાના મૃતકો માટે મૌન અને પ્રાર્થના સભા
- વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલનું નિવેદન
- હિન્દુઓને જાતિ પૂછીને હત્યા કરવામાં આવી: પ્રમુખ
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે કાશ્મીરનાં મૃતકો માટે પ્રાર્થના સભા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલગામમાં આતંકીઓ દ્વારા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. જેમની પુણ્ય આત્માની શાંતિ માટે મૌન, આરતી અને પ્રાર્થના સભા યોજાઈ હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના અકાળે મોત નીપજતાં દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિ અને તેને પોષતા પાકિસ્તાન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દેશભરમાં ઠેર ઠેર આતંકી હુમલા ને વખોડી કાઢી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટની ટીમે ગોધરા વાસીઓ સાથે કરી વાતચીત
ગુજરાત 1st ની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા વાસીઓ સાથે વાતચીત કરતાં અગ્રણીઓ એ આતંકવાદીઓ અને પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે એવો મત વ્યક્ત કર્યો છે. આતંકવાદને જડમૂળ માંથી નાશ કરવા માટે સરકાર તમામ જરૂરી એક્શન લે વધુમાં ભારત દેશમાં તમામ હિન્દુઓ નાત જાતના ભેદભાવ ભૂલી સંગઠિત અને એક થાય એ આતંકવાદી જેવી પ્રવૃત્તિ ને પડકારવા માટે ખાસ જરૂરી છે એવો પણ મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
આતંકવાદીઓ તેમના પૂર્વજોને યાદ કરે તેવી સરકારે સજા કરવી જોઈએ
ગોધરાવાસીઓએ પહલગામ હુમલાને લઈ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલગામમાં જે રીતે પર્યટકોને જાતિ અને ધર્મ પૂછીને જે રીતે તેઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આતંકવાદીઓ તેમના પૂર્વજોને યાદ કરે તેવી સરકારે સજા કરવી જોઈએ.
આતંકવાદીઓને જોઈને જ ઠાર કરવા જોઈએ
આ બાબતે મહિલાએ જણાવ્યું હતું કે, પહેલા આતંકવાદીઓને જોઈને જ ઠાર કરવા જોઈએ. હિન્દુઓની ભૂલ શું છે. જે લોકો મૃત્યુ પામ્યા છે. અને જે લોકોનો પરિવાર અંદરથી પીડાઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચોઃ Surat: વેસુ વિસ્તારમા કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સારવાર દરમ્યાન દોઢ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું
મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ કરી વ્યક્ત કર્યો શોક
નવસારીમાં મુસ્લિમ સમાજે પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા. પહેલગામ હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નવસારીમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો હતો. તેમજ મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ અર્પી હુમલાનાં વિરોધમાં આક્રોશ ઠાલવ્યો હતો.