Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

England vs New Zealand : ICC ODI World Cup 2023 ની પ્રથમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની આમને સામને જોવા મળી હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ જીતવામાં સફળ રહ્યું છે. આ જીત સાથે...
world cup   ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો  ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

England vs New Zealand : ICC ODI World Cup 2023 ની પ્રથમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની આમને સામને જોવા મળી હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ જીતવામાં સફળ રહ્યું છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમે ગત વર્લ્ડ કપ ફાઈનલનો બદલો પણ લઇ લીધો છે. જીહા, ગત વર્લ્ડ કપ (2019) માં ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટમાં માત આપી હતી.

Advertisement

2019 વર્લ્ડ કપનો બદલો

વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એક રીતે ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ પાસેથી બદલો લઈ લીધો છે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ (ENG vs NZ) સામે 9 વિકેટે જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 282 રન બનાવ્યા હતા. 2019 ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ આ બંને ટીમો એકબીજાની આમને સામને હતી. ત્યારે તે મેચમાં ઈંગ્લેન્ડની ટીમ બાઉન્ડ્રી કાઉન્ટના આધારે જીતી હતી અને ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જોકે, બીજી જ વર્લ્ડ કપ મેચમાં ટીમ ખરાબ રીતે ઘૂંટણિયે આવી ગઈ.

Advertisement

ઈંગ્લેન્ડની કેવી રહી ઈનિંગ ?

Advertisement

ન્યૂઝીલેન્ડ સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 282 રન બનાવ્યા હતા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન જો રૂટ હતો, જેણે 86 બોલમાં 77 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન જોસ બટલર હતો. બટલરે 42 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડની કેવી રહી ઈનિંગ ?

ઈંગ્લેન્ડે આપેલા 283 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ટીમના બેટ્સમેનોએ શરૂઆતથી જ મોટા શોટ રમ્યા હતા. જેના કારણે ટીમને લક્ષ્ય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહી. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં બે સદી આવી. જેમાં ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની સદી સામેલ છે. આ બંને બેટ્સમેનોની સદીના કારણે ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે મોટી જીત નોંધાવી હતી.

પહેલા કોનવે અને પછી રચિને તોડ્યો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટના આઉટ થયા પછી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રનું નવું તોફાન જોવા મળ્યું. કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. મેન્સ ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે કોઈપણ બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી સદી છે. પરંતુ રચિન રવિન્દ્રએ થોડી જ મિનિટોમાં કોનવેનો આ રેકોર્ડ તોડી નાખ્યો. રચિને માત્ર 82 બોલમાં સદી ફટકારી હતી, જે મેન્સ ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી બની હતી. પોતાનો પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહેલા કોનવેની 50 ઓવરની ક્રિકેટમાં આ 5 મી સદી છે. આ સાથે કોનવે હવે વર્લ્ડ કપમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો ચોથો બેટ્સમેન બની ગયો છે. તેમના પહેલા સ્કોટ સ્ટાયરિસ (2003), નાથન એસ્ટલી (1996) અને ગ્લેન ટર્નર (1975) આ કારનામું કરી ચૂક્યા છે.

રચિન બન્યો ​​પ્લેયર ઓફ ધ મેચ

વળી, આ રચિનની વનડેમાં પ્રથમ સદી પણ છે. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 211 બોલમાં 273 રનની અણનમ ભાગીદારી કરી હતી, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી છે. 32 વર્ષીય કોનવેએ 125.62ના સ્ટ્રાઈક રેટથી 121 બોલમાં 19 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 152 રન બનાવ્યા હતા. આ તેનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રચિને 96 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા.રચિનને ​​પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ બહાદુર પ્રયાસોથી, ન્યૂઝીલેન્ડ 2019ની ફાઈનલની કડવી યાદોને પાછળ છોડવામાં સક્ષમ હતું જ્યારે તે બાઉન્ડ્રી ગણતરી પર ઈંગ્લેન્ડ સામે ટાઇટલ હારી ગયું હતું.

વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારી

372- ક્રિસ ગેલ અને માર્લોન સેમ્યુઅલ્સ (વેસ્ટ ઈન્ડિઝ) vs ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
318- સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ (ભારત) vs શ્રીલંકા, ટોન્ટન, 1999
282- તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગા (શ્રીલંકા) vs ઝિમ્બાબ્વે, પલ્લેકેલે, 2011
273*- ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ) vs ઈંગ્લેન્ડ, અમદાવાદ, 2023
260- ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા) vs અફઘાનિસ્તાન, પર્થ, 2015

આ પણ વાંચો - World Cup : લાંબા અરસે અમદાવાદના સ્ટેડિયમમાં સાંભળવા મળ્યા સચીન..સચીન ના નારા…

આ પણ વાંચો - WORLD CUP 2023: આજથી ICC ODI વર્લ્ડ કપનો પ્રારંભ,જાણો આ ટૂર્નામેન્ટની દરેક માહતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.