Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup : ટીમ ઈન્ડિયા વિરુદ્ધ હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમે ICC ને જાણો શું કરી ફરિયાદ

ICC વર્લ્ડ કપમાં ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન સંપૂર્ણપણે નિરાશ દેખાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે મેચ સાથે જોડાયેલી અનેક બાબતો પર ICC સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. જેમાં મુખ્યત્વે પાકિસ્તાની પત્રકારો અને પાકિસ્તાની ચાહકોના વિઝામાં વિલંબ અને...
11:53 PM Oct 17, 2023 IST | Hardik Shah

ICC વર્લ્ડ કપમાં ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન સંપૂર્ણપણે નિરાશ દેખાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે મેચ સાથે જોડાયેલી અનેક બાબતો પર ICC સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. જેમાં મુખ્યત્વે પાકિસ્તાની પત્રકારો અને પાકિસ્તાની ચાહકોના વિઝામાં વિલંબ અને વીસી પોલિસીની ગેરહાજરી અંગે ફરિયાદો કરવામાં આવી છે.

PCB એ ICC ને ફરિયાદ કરી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતે મંગળવારે પોતાના X હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. PCB એ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમની સાથે અયોગ્ય વર્તન અંગે પણ ICC ને ફરિયાદ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં પાકિસ્તાની ટીમને નિશાન બનાવવામાં આવી છે. PCB મીડિયાએ ટ્વિટ કર્યું કે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની પત્રકારો માટે વિઝામાં વિલંબ અને ચાલુ વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાની ચાહકો માટે વિઝા નીતિની ગેરહાજરી અંગે ICC સમક્ષ વિરોધ નોંધાવ્યો છે." "PCB એ 14 ઓક્ટોબર 2023 ના રોજ યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ પર નિશાન બનાવવામાં આવેલ અયોગ્ય વર્તન અંગે ફરિયાદ દાખલ કરી છે."

ICC ઇવેન્ટ નહીં પણ તે BCCI ની ઈવેન્ટ લાગી : મિકી આર્થર

મેચની વાત કરીએ તો આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારતીય પ્રશંસકોએ સ્ટેડિયમમાં તેમની ટીમને જોરદાર સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની ખેલાડીઓની સામે કેટલાક સૂત્રોચ્ચાર પણ જોવા મળ્યા હતા. હાલમાં જ મિકી આર્થરે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “તે રાત્રે એવું લાગ્યું નહીં કે તે ICC ઇવેન્ટ છે. તે દ્વિપક્ષીય શ્રેણી જેવું લાગતું હતું. એવું લાગતું હતું કે તે BCCI ની ઈવેન્ટ હતી.

આ પણ વાંચો - ICC World Cup 2023 માં વધુ એક અપસેટ સર્જાયો, નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાએ World Cup ની પહેલી જીત મેળવી, શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICCICC World Cupicc world cup 2023IND vs PAKIndia vs Pakistanindian teamNarendra Modi StadiumPakistan Cricket Board filed complainWorld Cupworld cup 2023
Next Article