Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup:આ તારીખે ફરી ટકરાશે ભારત -પાકિસ્તાન,જાણો સમીકરણ

UAEમાં રમાઈ રહી છે મહિલા T20 વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન એક વખત ટકરાશે ભારતની સેમિફાઈનલમાં થઈ એન્ટ્રી World cup 2024:ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચેની મેચ જોવી હંમેશા રસપ્રદ રહે છે પછી ભલે તે પછી વુમન્સ ટીમ કેમ...
world cup આ તારીખે ફરી ટકરાશે ભારત  પાકિસ્તાન જાણો સમીકરણ
  • UAEમાં રમાઈ રહી છે મહિલા T20 વર્લ્ડ કપ
  • ભારત અને પાકિસ્તાન એક વખત ટકરાશે
  • ભારતની સેમિફાઈનલમાં થઈ એન્ટ્રી

World cup 2024:ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચેની મેચ જોવી હંમેશા રસપ્રદ રહે છે પછી ભલે તે પછી વુમન્સ ટીમ કેમ ન હોય. ત્યારે UAEમાં રમાઈ રહેલી મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન એક વખત ટકરાયા છે. જો કે હવે બંને દેશો ફરી એકવાર ટકરાશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી છે. ભારત પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતીને સેમિફાઈનલમાં જવાનો રસ્તો આસાન બનાવી લીધો છે. ત્યારે આવી સ્થિતિમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલ જોવા મળી શકે છે.

Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે ટક્કર ?

ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાં સામેલ છે. 6 ઓક્ટોબરે આ ટૂર્નામેન્ટમાં બંને ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ ચાલુ છે. હાલ પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. પાકિસ્તાને અત્યાર સુધી 2 મેચ રમી છે અને 1 મેચ જીતી છે. જ્યારે ભારતે રમાયેલી 3માંથી 2 મેચ જીતી છે. ભારત આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

Advertisement

આ પણ  વાંચો - ENG vs PAK : જો રૂટ અને હેરી બ્રૂકએ રચ્યો ઈતિહાસ,તોડ્યો વર્ષો જૂનો રેકોર્ડ

Advertisement

સેમિફાઇનલમાં શું હશે પરિણામ ?

હવે જો ભારતીય ટીમ આ મેચ મોટા માર્જિનથી જીતે છે તો તે સેમિફાઇનલમાં લગભગ પોતાનો રસ્તો બનાવી લેશે. આ સાથે જ પાકિસ્તાનને બાકીની 2 મેચ પણ મોટા અંતરથી જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન પણ સેમીફાઈનલમાં પહોંચે છે અને બંને દેશો ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લે તો દર્શકો ફરી એકવાર ભારત અને પાકિસ્તાનને ફાઇનલમાં રમતા જોઈ શકે છે. ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે યોજાશે.

આ પણ  વાંચો - Hardik Pandya Birthday: લગ્ન તૂટ્યા, શાનદાર કમબેક કરીને જીતાડ્યો વિશ્વકપ

ગ્રુપ Aની શું છે સ્થિતિ ?

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા હાલમાં ટોચ પર છે. તેના 4 પોઈન્ટ છે. ભારત પણ 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 0 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. સેમીફાઈનલ તરફ શ્રીલંકાની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. તેણે રમેલી તમામ 3 મેચ હારી છે.

આ પણ  વાંચો - Ratan Tata એ 1983 વર્લ્ડકપની જીત પર આપ્યું હતું મહત્વનું યોગદાન

13મીએ દમદાર મુકાબલો

13મી ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરો યા મરો મેચ થવાની છે. સેમિફાઇનલના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે

Tags :
Advertisement

.