ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 : ભારતીય વાયુસેના અમદાવાદમાં બતાવ્યો દમ, 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' દ્વારા કરાયું Air Show...

ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. વર્લ્ડ કપ...
02:12 PM Nov 17, 2023 IST | Dhruv Parmar

ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ પહેલા ભારતીય વાયુસેનાએ આજે 10 મિનિટ માટે મેદાન પર એર શોનું રિહર્સલ કરાયું છે.

ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ પહેલા ગ્રાન્ડ રિહર્સલ કર્યું. સૂર્ય કિરણ એરોબેટીક ટીમ દ્વારા આ ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' દ્વારા એર શો કરવામાં આવ્યું છે. આ માહિતી સંરક્ષણ વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારી દ્વારા શેર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ ટીમ લગભગ 10 મિનિટ સુધી રહેશે.

રંગારંગ સમાપન સમારોહનું આયોજન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલના દિવસે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરાશે. અહેવાલો અનુસાર, આ સમારોહમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમના પરફોર્મન્સ કરશે. આ સિવાય ‘ગોતીલો’ ફેમ ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી પણ ફાઈનલમાં પરફોર્મ કરશે તેવા અહેવાલ છે.

PM મોદી ફાઈનલ મેચ જોવા આવી શકે છે

ફાઈનલ મેચને લઈને બીજી માહિતી સામે આવી રહી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી પણ આવી શકે છે. પીએમ મોદી ઉપરાંત 2011 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકે છે. આ સિવાય ભારતીય ખેલાડીઓના પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર રહી શકશે. આ મેચ જોવા માટે BCCI અને ICCના મોટા અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.

આ પણ વાંચો : Gandhinagar : રાંધેજા પેથાપુર પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

Tags :
Air ShowCricketICCODI World Cup 2023SportsWC 2023WC 2023 newsWC 2023 updatesworld cup 2023
Next Article