Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 : પાકિસ્તાન ટીમની આ નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત, જાણો શું છે...

ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ ટૂર્નામેન્ટની મેચ હોય, ઉત્સાહ ટોચ પર હોય છે. હવે આ બંને કટ્ટર હરીફ ટીમો 14 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપ-2023માં આમને-સામને ટકરાશે. બંને દેશોના કરોડો અને અબજો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે....
world cup 2023   પાકિસ્તાન ટીમની આ નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત  જાણો શું છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ ટૂર્નામેન્ટની મેચ હોય, ઉત્સાહ ટોચ પર હોય છે. હવે આ બંને કટ્ટર હરીફ ટીમો 14 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપ-2023માં આમને-સામને ટકરાશે. બંને દેશોના કરોડો અને અબજો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો કે મેચ પહેલા જ પાકિસ્તાન ટીમની એક મોટી નબળાઈ સામે આવી છે.

Advertisement

નેધરલેન્ડના બોલરો પરેશાન

હાલમાં, ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાની હેઠળ રમાઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી. જેમાં કિવી ટીમે 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે હતી જેમાં બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમની મોટી નબળાઈ સામે આવી હતી.

ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ

હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને ઈમામ ઉલ હક ઓપનિંગ કરવા આવ્યા હતા પરંતુ બંને ફ્લોપ સાબિત થયા હતા. ફખર 15 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો અને ઈમામ 19 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન બાબર આઝમ માત્ર 5 રન બનાવીને વોકઆઉટ થયો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ સારું રહ્યું ન હતું.

Advertisement

ભારત લાભ લઈ શકે છે

તેના ટોપ ઓર્ડરના ફોર્મનો અભાવ પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં મોટી સમસ્યા બની શકે છે. નેધરલેન્ડ જેવી નબળી ગણાતી ટીમ સામે કેપ્ટન બાબર આઝમ બે આંકડાને સ્પર્શી શક્યો નહોતો. ODI રેન્કિંગમાં ટોચ પર રહેલા બાબર પાસેથી માત્ર ટીમ જ નહીં પરંતુ પાકિસ્તાનના ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 મી ઓક્ટોબરે અમદાવાદમાં જ મેચ રમાવાની છે. જો તે મેચમાં આવું પ્રદર્શન રહેશે તો ભારતને મોટો ફાયદો મળી શકે છે.

રિઝવાન અને સઈદની અડધી સદી

શુક્રવારે હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની ODI વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતી પાકિસ્તાની ટીમ 49 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે 68-68 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડેએ 4 વિકેટ ઝડપી હતી.

Advertisement

આ પણ વાંચો : Asian Games, Indian Hockey Team : ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ… જાપાનને હરાવીને ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી

Tags :
Advertisement

.