Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ન્યૂઝીલેન્ડની ટીમ બનશે ICC ODI World Cup 2023 ની વિજેતા ? જાણો આ અનોખા સંયોગ વિશે

ICC ODI World Cup 2023 ની શરૂઆત ન્યૂઝીલેન્ડની જીત સાથે થઇ છે. વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જે ટીમ માટે ફાયદામાં રહ્યો હતો. આ મેચમાં...
શું ન્યૂઝીલેન્ડની ટીમ બનશે icc odi world cup 2023 ની વિજેતા   જાણો આ અનોખા સંયોગ વિશે

ICC ODI World Cup 2023 ની શરૂઆત ન્યૂઝીલેન્ડની જીત સાથે થઇ છે. વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જે ટીમ માટે ફાયદામાં રહ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને કારમી હાર આપી 2019 વર્લ્ડ કપમાં હારનો બદલો લીધો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડના બે બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી હતી. જેમા સૌથી પહેલા ડિવન કોનવેએ લદી ફટકારી ત્યારબાદ રચિન રવિન્દ્રએ સદી ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં સદી ફટકાર્યા બાદ હવે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપની વિજેતા બનવાની સંભાવનાઓ વધી ગઇ છે.

Advertisement

ન્યૂઝીલેન્ડની વિશ્વ કપ જીતવાની સંભાવના સૌથી વધારે

Advertisement

જાણીને તમને ભલે નવાઈ લાગે પણ આ વિશે અમે 2007 થી રમાઈ રહેલા ICC ODI World Cup ના આંકડા પરથી કહી રહ્યા છીએ. જીહા, આ વર્ષે વર્લ્ડ કપની પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાઈ હતી. જેમા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામનો જોવા મળી હતી. જોકે ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર કરી મેચને એક તરફ બનાવી લીધી હતી. આ મેચમાં ડેવિન કોનવે અને રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરતા પોતાની સદ ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ 9 વિકેટથી જીતવામાં સફળ થઇ હતી. વર્લ્ડ કપની પહેલી જ સદી ફટકારી ન્યૂઝીલેન્ડના બેટ્સમેને પોતાની ટીમની આ મેગા ટૂર્નામેન્ટ જીતવાની સંભાવનાઓ વધારી દીધી છે. જીહા, છેલ્લા 16 વર્ષના આંકડા કઇંક આવું જ કહી રહ્યા છે કે આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિશ્વ કપનું વિજેતા બની જ શકે છે.

Advertisement

કેવી રીતે બનશે ન્યૂઝીલેન્ડ વિશ્વ વિજેતા ? જાણો આંકડાઓની રમત વિશે

5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 282 રન 9 વિકેટના નુકસાને બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ મેળવી લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમમાંથી ડેવિન કોનવેએ વર્લ્ડ કપ 2023 ની પહેલી સદી ફટકારી હતી. જે પછી રચિન રવિન્દ્રએ પણ પોતાની સદી પૂરી કરી હતી. હવે જો આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 16 વર્ષથી વર્લ્ડ કપની પહેલી સદી જે ટીમનો ખેલાડી ફટકારે છે તે ટીમ વિશ્વ વિજેતા બની છે. જોઇ લો કેવી રીતે....

- Australia vs Scotland, 2nd Match, Group A (2007)

2007 ની બીજી જ મેચ 14 માર્ચે રમાઈ હતી. જે ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા રિકી પોન્ટિંગે સદી ફટકારી હતી. તેણે 93 બોલમાં 113 રન કર્યા હતા. જેમા 9 ચોગ્ગા અને 5 સિક્સરનો સમાવેશ થાય છે. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રિકી પોન્ટિંગ બન્યો હતો. 2007 વર્લ્ડ કપની પહેલી સદી રિકી પોન્ટિંગે ફટકારી અને અંતમાં નિર્ણય ઓસ્ટ્રેલિયાના પક્ષમાં આવ્યો અને તે 2007 ની વિશ્વ કપ વિજેતા ટીમ બની હતી.

-Bangladesh vs India, 1st Match, Group B (2011)

2011 માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી જેમા વિરેન્દ્ર સહેવાગ અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. મેચમાં સહેવાગે 140 બોલમાં 175 રન બનાવ્યા હતા. જેમા તેણે 14 ચોગ્ગા અને 5 સિક્સર ફટાકાર્યા હતા. વળી વિરાટ કોહલીએ આ મેચમાં 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. જેમા તેણે 8 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ વિરેન્દ્ર સહેવાગ બન્યો હતો. 2011 ના વર્લ્ડ કપની પહેલી સદી વિરેન્દ્ર સહેવાગે ફટકારી હતી અને અંતમાં નિર્ણય ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવ્યો અને તે 2011 ની વિશ્વ કપ વિજેતા ટીમ બની હતી.

-Australia vs England, 2nd Match, Pool A (2015)

2015 માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, જેમા એરોન ફિન્ચે સદી ફટકારી હતી. ફિન્ચે આ મેચમાં 128 બોલમાં 135 રન બનાવ્યા હતા. જેમા તેણે 12 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એરોન ફિન્ચ બન્યો હતો. 2015 ના વર્લ્ડ કપની પહેલી સદી એરોન ફિન્ચના બેટથી આવી હતી અને અંતમાં નિર્ણય ઓસ્ટ્રેલિયાના પક્ષમાં આવ્યો અને તે 2015 ની વિશ્વ કપ વિજેતા ટીમ બની હતી.

England vs Pakistan, Match 6 (2019)

2019 માં 3 જુનના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી, જેમા ઈંગ્લેન્ડ ટીમમાંથી જો રૂટે સદી ફટકારી હતી. મેચમાં રૂટે 104 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમા તેણે 10 ચોગ્ગા અને 1 સિક્સર ફટાકારી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ હફીઝ બન્યો હતો. 2019 ના વર્લ્ડ કપની પહેલી સદી જો રૂટે ફટકારી હતી અને અંતમાં નિર્ણય પણ ઈંગ્લેન્ડના પક્ષમાં આવ્યો અને તે 2019 ની વિશ્વ કપ વિજેતા ટીમ બની હતી. જોકે, આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ સૌથી વધુ બાઉન્ડ્રી મારનારી ટીમના પક્ષમાં રહી હતી. અને આ રીતે ઈંગ્લેન્ડની ટીમે વિજેતા બની હતી.

England vs New Zealand, Match 1 (2023)

આ આંકડાઓને જોતા 2023 માં વર્લ્ડ કપની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવિન કોનવેએ સદી ફટકારી છે. હવે આ આંકડાઓની માનીએ તો આ વર્ષનો વિશ્વ કપ ન્યૂઝીલેન્ડની ટીમ જીતે તેવો પૂરો સંયોગ બની રહ્યો છે.

આ પણ વાંચો - World Cup : શરીર પર લપેટાયેલો તિરંગો, કપાળ પર INDIA નું ટેટૂ, મળો ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા પ્રશંસક અરુણ હરિયાણીને…

આ પણ વાંચો - કોણ છે રચિન ? સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ, જાણો

આ પણ વાંચો - World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.