Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Oath : 'ઇશ્વર'ના નામે શપથની કેમ શરુ થઇ પરંપરા ?

Oath : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યો શપથ (Oath) લેશે. તે પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે....
oath    ઇશ્વર ના નામે શપથની કેમ શરુ થઇ પરંપરા

Oath : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યો શપથ (Oath) લેશે. તે પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ભાજપના નેતા અને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને સંસદના નીચલા ગૃહના કામચલાઉ સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબ ને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા છે. આ પછી મહતાબ સંસદ ભવન પહોંચ્યા અને સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થશે. ચૂંટણી પંચ ચૂંટણી પરિણામોની જાહેરાત કરે તે દિવસથી લોકસભાની મુદત શરૂ થાય છે, પરંતુ નવા ચૂંટાયેલા સાંસદો માટે સંસદની કાર્યવાહીમાં ભાગ લેતા પહેલા શપથ લેવાની જોગવાઈ છે.

Advertisement

સંસદીય શપથની પરંપરા

શપથનો ઉલ્લેખ બંધારણની ત્રીજી અનુસૂચિમાં કરવામાં આવ્યો છે. આ મુજબ. 'હું...ગૃહ (નીચલા/ઉપલા ગૃહ)ના સભ્ય (ચૂંટાયેલા/નોમિનેટ) તરીકે ઇશ્વરના સોગંદ/સંવિધાન પ્રત્યે સાચી નિષ્ઠા કહું છું કે હું ભારતની સાર્વભૌમત્વ અને એકતાનું રક્ષણ કરીશ અને મારી ફરજોનું સાચી ભાવનાથી પાલન કરીશ....

Advertisement

આ રીતે થયો ઇશ્વર શબ્દનો ઉમેરો

જ્યારે બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું, ત્યારે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉ. બી.આર. આંબેડકરે શપથમાં ઈશ્વર શબ્દનો ઉલ્લેખ કર્યો ન હતો. તે સમયે ડ્રાફ્ટિંગ કમિટીએ બંધારણ પ્રત્યે સાચી નિષ્ઠાના શપથ લેવાની વાત કરી હતી, પરંતુ જ્યારે બંધારણ સભાના સભ્યોએ તેની ચર્ચા કરી ત્યારે કે.ટી.શાહ અને મહાવીર ત્યાગી જેવા સભ્યોના આગ્રહથી ઇશ્વરના શપથનો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. આ અંગે કે.ટી.શાહે કહ્યું હતું કે જ્યારે મેં ડ્રાફ્ટનું નિરીક્ષણ કર્યું ત્યારે મને લાગ્યું કે તેમાં કંઈક ખૂટે છે. અમને લાગ્યું કે ઇશ્વરની વાત એમાં સામેલ કરવી જોઈએ. મહાવીર ત્યાગીએ દલીલ કરી હતી કે જે લોકો ભગવાન ઇશ્વરમાં વિશ્વાસ રાખે છે તેમને ભગવાનના નામ પર શપથ લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને જેઓ આમ કરવા માંગતા નથી તેઓ બંધારણમાં વિશ્વાસના શપથ લઈ શકે છે. આંબેડકરે આ સુધારા સ્વીકાર્યા. છેલ્લી લોકસભામાં 87 ટકા લોકોએ ભગવાનના નામે શપથ લીધા હતા અને 13 ટકા લોકોએ બંધારણને વફાદાર રહેવાના શપથ લીધા હતા.

આ પણ વાંચો----- Parliament : નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે લોકસભાના સત્રની થશે શરુઆત

Advertisement

Tags :
Advertisement

.