ઓડિશાની આ મહિલા કોણ છે જેના PM મોદીએ પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા?
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. આજે આ સાતમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર (Election Campaign) નો અંતિમ દિવસ છે. તમામ નેતાઓ હાલમાં ચૂંટણી રેલીઓ (Election Rallies) કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બુધવારે ઓડિશાના કેન્દ્રપાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi) એ કેન્દ્રપાડાની એક વૃદ્ધ મહિલાના પગ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા. આ દ્રશ્યએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.
PM મોદીએ મહિલાના ચરણ સ્પર્શ કર્યા
ઓડિશાના કેન્દ્રપાડામાં જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા તે મહિલાનું નામ કમલા મોહરાના છે. જે ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલા મોહરાનાના ચરણ સ્પર્શ કરવા નીચે ઝૂકી ગયા, તે થોડીવાર માટે અવાચક રહી ગયા હતા. તેમણે આ વૃદ્ધ મહિલાના પગ સ્પર્શ કર્યા ત્યારે ત્યા ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી. આ ઘટના બાદથી એવી ચર્ચા ચાલી રહી છે કે આ મહિલા કોણ છે? જણાવી દઈએ કે આ મહિલા કેન્દ્રપાડાની કમલા મોહરાના છે. કમલા વેસ્ટમાંથી વિવિધ અલગ-અલગ વસ્તુઓ બનાવવા માટે ખૂબ પ્રખ્યાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે કેન્દ્રપરામાં ચૂંટણી રેલી કરવા ગયા હતા. અહીં તેમની મુલાકાત કમલા મોહરાના સાથે થઈ હતી. કમલા એક સ્વયંસહાય સમૂહનો ભાગ છે અને 'વેસ્ટ ટુ વેલ્થ' તેમજ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે. ગયા વર્ષે PM મોદીના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમનો ઉલ્લેખ થયો હતો. કમલાએ હાલમાં જ PM મોદીને વેસ્ટમાંથી બનાવેલી રાખડી પણ મોકલી હતી.
My PM @narendramodi !!! My Pride !!! What a Leader !!! Seeking Blessings from an elderly woman !!! https://t.co/DCEGv5esIy
— Aravindha (Modi Ka Parivar) (@Aravindhapk) May 30, 2024
કમલા મોહરાના વેસ્ટમાંથી બનાવ છે બેસ્ટ
કમલા મોહરાના વેસ્ટ મટિરિયલને ડેકોરેટિવ વસ્તુઓમાં ફેરવે છે. મંચ પર કમલાના આગમનના સમાચાર સાંભળીને PM મોદી ખુશ થઈ ગયા હતા અને તેમની સામે ઝૂકી ગયા હતા. કમલા મોહરાના કેન્દ્રપાડા, ઓડિશાની 63 વર્ષીય મહિલા છે. તે પ્રદેશના ગુલનગર વિસ્તારમાં કમલા આંટી તરીકે પ્રખ્યાત છે. કમલા મહિલા સ્વયંસહાય સમૂહ (SHG) ચલાવે છે. આ જૂથ વેસ્ટ મિલ્ક પાઉચ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીને રિસાયક્લિંગ કરીને ઘરની વસ્તુઓ બનાવે છે.
PM મોદીના મન કી બાત કાર્યક્રમમાં થયો ઉલ્લેખ
કમલા ગૃહિણી છે, તેઓ કચરામાંથી બાસ્કેટ અને પેન બનાવે છે. તે છેલ્લા 8 વર્ષથી સ્ટેન્ડ, મોબાઈલ ફોન સ્ટેન્ડ, ફ્લાવર પોટ્સ, હેન્ડ ફેન્સ, વોલ હેંગિંગ્સ અને અન્ય ડેકોરેટિવ વસ્તુઓ બનાવે છે. તેમણે કહ્યું કે, હું દરરોજ પોલીથીન, પ્લાસ્ટિક પેકેટ વગેરે એકત્રિત કરું છું. આગળ તેમણે કહ્યું, પહેલા ગામલોકો વિચારતા હતા કે હું કચરો ભેગો કરું છું. પરંતુ PMએ મારો ઉલ્લેખ કર્યા પછી મારા કામની પ્રશંસા થવા લાગી. મારું જીવન બદલાઈ ગયું. PM મોદીના મન કી બાતના 98મા એપિસોડમાં 'કચરે સે કંચન' (વેસ્ટ ટુ વેલ્થ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં PM એ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાંથી કમલા મોહરાનાના યોગદાનને પ્રકાશિત કર્યું હતું.
આ પણ વાંચો - PM MODI : હવે ધ્યાનના મુદ્દે શરુ થયું રાજકારણ…!
આ પણ વાંચો - PM મોદી- “6 મહિનામાં દેશની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ”