Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે રચિન ? સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ, જાણો

વર્લ્ડ કપ 2023 ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં એક નામની સૌથી વધુ ચર્ચા થઇ હતી. જીહા, અમે અહી મેચનો હીરો અને પ્લેયર ઓફ ધ મેચ બનેલા રચિન રવિન્દ્ર વિશે વાત...
કોણ છે રચિન   સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ  જાણો

વર્લ્ડ કપ 2023 ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં એક નામની સૌથી વધુ ચર્ચા થઇ હતી. જીહા, અમે અહી મેચનો હીરો અને પ્લેયર ઓફ ધ મેચ બનેલા રચિન રવિન્દ્ર વિશે વાત કરી રહ્યા છીએ. જેણે શાનદાર બોલિંગ અને બાદમાં શાનદાર બેટિંગના દમ પર સૌ કોઇનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતું. રચિન રવિન્દ્ર પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. ભારતીય મૂળના આ ખેલાડીએ ગુરુવારે ઇંગ્લેન્ડ (NZ vs ENG) સામે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરી ખૂબ નામ કમાવ્યું છે.

Advertisement

સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે શું છે કનેક્શન ?

રચિન રવિન્દ્રનો જન્મ 18 નવેમ્બર 1999ના રોજ થયો હતો. સપ્ટેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. રવિન્દ્રનો જન્મ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં ભારતીય માતા-પિતાને ત્યાં થયો હતો. તેમના પિતા રવિ કૃષ્ણમૂર્તિ, એક સોફ્ટવેર આર્કિટેક્ટ, ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા પહેલા તેમના વતન બેંગ્લોરમાં ક્લબ લેવલ ક્રિકેટ રમ્યા હતા. રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિને ક્રિકેટનો ઘણો શોખ છે અને તેઓ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ચાહક છે. જ્યારે તેમના પુત્રનો જન્મ થયો, ત્યારે તેઓએ તેનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પર રાખવાનું નક્કી કર્યું. તેઓએ રાહુલના રા અને સચિનના ચિનને ​​જોડીને નામ રાખવાનું નક્કી કર્યું. આ રીતે નામ બની ગયું રચિન. રચિન માત્ર 22 વર્ષનો છે અને તેણે ક્રિકેટની દુનિયામાં સારું નામ કમાવ્યું છે. જોકે, જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી.

Advertisement

પ્રથમ સદી અને અણનમ ઇનિંગ

રચિન રવિન્દ્રએ 96 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 123 રનની અણનમ ઇનિંગ રમી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સૌથી મોટી ઇનિંગ છે. તેણે આ પહેલા ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી. આ ઇનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 128.12 હતો. જોકે, રચિન રવિન્દ્રને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળે છે, પરંતુ કેપ્ટન કેન વિલિયમસન આ મેચ માટે ઉપલબ્ધ નહોતા. આવી સ્થિતિમાં તેને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો અને તેણે શાનદાર ઇનિંગ રમીને બધાના દિલ જીતી લીધા.

Advertisement

સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો

ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 273 રનની ભાગીદારી કરી હતી, આ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. રચિન રવિન્દ્રએ 96 બોલમાં 123 રનની ઈનિંગમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

રચિન બન્યો ​​પ્લેયર ઓફ ધ મેચ

વળી, આ રચિનની વનડેમાં પ્રથમ સદી પણ છે. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 211 બોલમાં 273 રનની અણનમ ભાગીદારી કરી હતી, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી છે. 32 વર્ષીય કોનવેએ 125.62ના સ્ટ્રાઈક રેટથી 121 બોલમાં 19 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 152 રન બનાવ્યા હતા. આ તેનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રચિને 96 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા.રચિનને ​​પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ બહાદુર પ્રયાસોથી, ન્યૂઝીલેન્ડ 2019ની ફાઈનલની કડવી યાદોને પાછળ છોડવામાં સક્ષમ હતું જ્યારે તે બાઉન્ડ્રી ગણતરી પર ઈંગ્લેન્ડ સામે ટાઇટલ હારી ગયું હતું.

2016 અને 2018 અંડર-19 વર્લ્ડ કપનો ભાગ

રચિન રવિન્દ્ર 2016 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ હતો. ICC એ 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના સમાપન બાદ રવિન્દ્રને ટીમના ઉભરતા સ્ટાર તરીકે નામ આપ્યું હતું. જૂન 2018 માં તેને 2018-19 સીઝન માટે વેલિંગ્ટન સાથે કરાર આપવામાં આવ્યો હતો.

રચિન રવિન્દ્રની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

23 વર્ષીય રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ માટે ત્રણ ટેસ્ટ, 11 વનડે અને 18 T20 મેચ રમી ચૂક્યો છે. ત્રણ ટેસ્ટ મેચમાં તેણે 73 રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ લીધી છે. તેના નામે 11 ODI મેચોમાં 312 રન અને 13 વિકેટ છે. 18 T20 મેચોમાં તેણે 145 રન બનાવ્યા છે અને 11 વિકેટ પણ લીધી છે. તેણે આ વર્ષે શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો -  World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો - World Cup : લાંબા અરસે અમદાવાદના સ્ટેડિયમમાં સાંભળવા મળ્યા સચીન..સચીન ના નારા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.