ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ છે KOLKATA DOCTOR CASE ના આરોપી SANJAY ROY ની વકીલ? જાણો આ કેસ લેવા પાછળનું શું હતું કારણ

KOLKATA DOCTOR CASE ના આરોપી સંજય રૉયની તપાસ હાલ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે આ કેસમાં સંજય રોયને સરકારી વકીલ તરીકે કવિતા સરકાર મળી છે સિયાલદહ કોર્ટે કવિતા સરકારની નિમણૂક કરી KOLKATA DOCTOR CASE UPDATE : કોલકાતામાં ડૉક્ટર...
03:05 PM Aug 25, 2024 IST | Harsh Bhatt

KOLKATA DOCTOR CASE UPDATE : કોલકાતામાં ડૉક્ટર સાથે બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. KOLKATA DOCTOR CASE ના આરોપી સંજય રૉયની તપાસ હાલ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી સંજય રોયનો, 25 ઓગસ્ટ રવિવારના રોજ કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ અને દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક ટીમ દ્વારા સંજય રોય પર લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો. આથી પહેલા, અન્ય આરોપીઓ જેમ કે આરજી કારના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ચાર ડોક્ટર્સ, અને હાઉસ સ્ટાફના સભ્યોનું પણ પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યું હતું.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

CBI સંજય રૉય વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં લાગી

કોલકાતા પોલીસ પાસેથી આ કેસ લઈને કેસની તપાસ CBI ના હાથમાં સોંપવામાં આવી હતી. હવે CBI એ સંજય રોય વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા માટે કડક તપાસ કરી છે. મળતી વિગતના અનુસાર, ફોરેન્સિક ટીમે ક્રાઈમ સીન પરથી ફિંગરપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ, અને બ્લડ સેમ્પલ જેવા અનેક પ્રકારના પુરાવા કબ્જે કર્યા છે. સંજય રોયના ઈયરફોન, જે ગુનાના સ્થળેથી મળી આવ્યા હતા અને તેના ફોન સાથે જોડાયેલા હતા, મુખ્ય પુરાવા તરીકે દાખલ કરાયા છે. ઉપરાંત, સીસીટીવી ફૂટેજમાં સંજય રોયને સેમિનાર હોલમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. આ કેસમાં સમય જતાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

કોણ છે સંજય રૉયની વકીલ?

આ કેસમાં સંજય રોયને સરકારી વકીલ તરીકે કવિતા સરકાર મળી છે. દેશભરના અનેક વકીલોએ સંજય રોયનો કેસ લડવાનો ઇનકાર કર્યા બાદ, સિયાલદહ કોર્ટે કવિતા સરકારની નિમણૂક કરી છે. કવિતા સરકાર 25 વર્ષથી વકીલ તરીકે સેવા આપી રહી છે અને હાલમાં પશ્ચિમ બંગાળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (SLSA) માટે કામ કરી રહી છે. તેઓએ ફેબ્રુઆરી 2023 માં ઓથોરિટી કેસો હાથ ધરવાનું શરૂ કર્યું અને હવે સિયાલદહ કોર્ટમાં પોતાનું કાર્ય કરી રહી છે. કવિતા સરકારનું માનવું છે કે દરેક નાગરિકને ન્યાય મળે તે જરૂરી છે, અને સંજય રોયને યોગ્ય કાનૂની પ્રતિકાર મળવો જોઈએ.આ કેસના અંતે ન્યાય માટે દરેક પક્ષની વાત સાંભળી જરૂરી છે, જેથી પીડિતને ન્યાય મળે અને કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય.

આ પણ વાંચો : MANN KI BAAT માં આજે PM MODI એ આ અગત્યના મુદ્દાઓ ઉપર કરી ચર્ચા

Tags :
CBICOURT CASEGujarat FirstKABITA SARKARKOLKATA DOCTOR CASErape and murderSANJAY ROY
Next Article