Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'જ્યારે અમારા ઘર બળી રહ્યા હતા ત્યારે તમે ક્યા હતા', મંત્રીને જોઇ ગુસ્સે ભરાયું ટોળુ

ભાજપના નેતા (BJP leader) અને ત્રિપુરા સરકારના મંત્રી ટિંકુ રોય (Tripura Government Minister Tinku Roy) ના નેતૃત્વમાં 4 સભ્યોની ટીમે સોમવારે ધલાઈ જિલ્લા (​​Dhalai District) ના હિંસાગ્રસ્ત ગંડત્વિજા વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને એવા લોકોના ભારે રોષનો સામનો કરવો...
 જ્યારે અમારા ઘર બળી રહ્યા હતા ત્યારે તમે ક્યા હતા   મંત્રીને જોઇ ગુસ્સે ભરાયું ટોળુ

ભાજપના નેતા (BJP leader) અને ત્રિપુરા સરકારના મંત્રી ટિંકુ રોય (Tripura Government Minister Tinku Roy) ના નેતૃત્વમાં 4 સભ્યોની ટીમે સોમવારે ધલાઈ જિલ્લા (​​Dhalai District) ના હિંસાગ્રસ્ત ગંડત્વિજા વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને એવા લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો જેમના ઘરોને આગ લગાડવામાં આવી હતી. 12 જુલાઈના રોજ બે જૂથો વચ્ચેની અથડામણમાં ઘાયલ 19 વર્ષીય યુવકના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી.

Advertisement

મંત્રીની મુલાકાત દરમિયાન ગ્રામજનોનો વિરોધ

મંત્રીની મુલાકાત દરમિયાન, અસરગ્રસ્ત ગ્રામજનોએ કથિત રીતે ગંડત્વિજના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) ની ઓફિસમાં તોડફોડ કરી અને આરોપ લગાવ્યો કે 12 જુલાઈના રોજ ટોળાએ તેમના ઘરો પર હુમલો કર્યો ત્યારે પોલીસ અને સ્થાનિક વહીવટ 'નિષ્ક્રિય' રહ્યા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવેલી એક વીડિયો ક્લિપ (Video Clip) માં ગુસ્સે ભરાયેલો યુવક મંત્રીને કહેતો જોવા મળી રહ્યો હતો કે આગ લાગવાને કારણે આ વિસ્તારમાં 11 લગ્નો રદ કરવા પડ્યા છે. ત્રિપુરાના સમાજ કલ્યાણ પ્રધાન રોયે નારાજ ગ્રામજનોને ખાતરી આપી હતી કે સરકાર તમામ અસરગ્રસ્ત પરિવારોને વળતર આપશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પૂરતી સુરક્ષા પૂરી પાડશે.

Advertisement

સરકાર વળતર માટે 25% રકમની જાહેરાત કરશે

એક અધિકારીએ કહ્યું, "જ્યારે ટીમ આ વિસ્તારમાં પહોંચી, ત્યારે સ્થાનિક લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને આરોપ લગાવ્યો કે 12 જુલાઈના રોજ જ્યારે તેમના ઘરોને આગ લગાડવામાં આવી ત્યારે પોલીસ અને વહીવટીતંત્ર નિષ્ક્રિય રહ્યું હતું." આ ટીમમાં ભાજપના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ સુબલ ભૌમિક અને રેબતી ત્રિપુરા અને ધારાસભ્ય રામપદા જમાતિયા સભ્યો તરીકે સામેલ હતા. જ્યારે ગ્રામજનોના વિરોધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રીએ એવો દાવો કર્યો હતો કે આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યું, "જેમના ઘરોમાં આગ લાગી હતી અને તેમનો સામાન નાશ પામ્યો હતો, તેઓએ તેમની ફરિયાદો શેર કરી હતી. મુખ્યમંત્રીએ અમને મોકલ્યા છે. અમે તેમની સમસ્યાઓ સાંભળી છે. સરકાર આગામી બે દિવસમાં વળતરના 25 ટકા રકમ જાહેર કરશે. અમે વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ લાવવા માટે પગલાં લઇશું."

300 લોકોના ઘર આગમાં બળીને થયા ખાખ

અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા થયેલી આગચંપીમાં લગભગ 300 લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેઓ હજુ પણ પોતાના ઘરે પરત ફર્યા નથી. અધિકારીઓએ જણાવ્યું કે ગંડત્વિજા ગામમાં આગથી પ્રભાવિત ગ્રામીણોએ 12 જુલાઈથી રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 110 કિલોમીટર દૂર રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. તેમણે કહ્યું કે, ધલાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ સાજુ વાહિદ રવિવારે અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા અને તેમને સુરક્ષા અને વળતર આપવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) ચંદ્રજોય રેઆંગે ટેલિફોન પર જણાવ્યું હતું કે, "ઓછામાં ઓછા 40 ઘરોને ખરાબ રીતે નુકસાન થયું હતું અને લગભગ 30 દુકાનો હુમલાખોરો દ્વારા લૂંટી લેવામાં આવી હતી. અસરગ્રસ્ત પરિવારો હાલમાં ગંડત્વિજા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આશ્રય લઈ રહ્યા છે." 12 જુલાઈની રાત્રે થયેલી હિંસામાં 4 મોટરસાઈકલને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. "ગંડત્વિજમાં પરિસ્થિતિ સુધરી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે."

Advertisement

આ પણ વાંચો - કેદારનાથમાંથી કોણ લઇ ગયું રૂ.1500000000 નું સોનું? સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો ગંભીર આરોપ

આ પણ વાંચો - Controversial Statement : ભાજપ નેતાએ વિદ્યાર્થીઓને ભણવાનું છોડી પંચરની દુકાન ખોલવાનું કહ્યું!

Tags :
Advertisement

.