Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ટેન્કર માફિયા સામે શું પગલાં લીધાં?' SC એ દિલ્હી સરકારને લગાવી ફટકાર...

દિલ્હીમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી થઇ છે. આ અરજીમાં યમુનામાં પાણી છોડવા અંગે હરિયાણા પાસેથી માર્ગદર્શિકા માંગવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ...
 ટેન્કર માફિયા સામે શું પગલાં લીધાં   sc એ દિલ્હી સરકારને લગાવી ફટકાર

દિલ્હીમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી થઇ છે. આ અરજીમાં યમુનામાં પાણી છોડવા અંગે હરિયાણા પાસેથી માર્ગદર્શિકા માંગવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીબી વરાલેની બેંચ કરી રહી છે.

Advertisement

દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા કહેશે - સુપ્રીમ કોર્ટ

અરજી પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે શું ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે? SC એ એમ પણ કહ્યું કે જો તમે ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં નથી લઇ રહ્યા તો અમે દિલ્હી પોલીસને તેમની સામે પગલાં લેવાનું કહીશું.

Advertisement

પાણી બગાડ રોકવા શું પગલાં લેવામાં આવ્યા - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ પૂછ્યું કે તેણે પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં લીધાં છે. દિલ્હી સરકારના વકીલે SC ને જણાવ્યું હતું કે, તેઓ આ સંબંધમાં સોગંદનામું દાખલ કરશે કારણ કે, મોટા પાયે જોડાણ તોડવાની સાથે પાણીનો બગાડ રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. SC એ આ કેસની સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખી છે.

Advertisement

દિલ્હીમાં પાણી ક્યાં જાય છે...

કોર્ટે કહ્યું, "આ કોર્ટ સમક્ષ ખોટા નિવેદનો કેમ આપવામાં આવ્યા? પાણી હિમાચલ પ્રદેશથી આવી રહ્યું છે. તો પછી દિલ્હીમાં પાણી ક્યાં જાય છે? ટેન્કર માફિયાઓને કારણે આટલું પાણી વહી રહ્યું છે. તમે આમા શું પગલાં લીધા? દિલ્હી જળ સંકટ વિશે મીડિયા અહેવાલો અથવા કવરેજને ટાંકીને સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, 'લોકો ચિંતિત છે, અમે તમામ ન્યૂઝ ચેનલો પર આ જોઈ રહ્યા છીએ. જો ઉનાળામાં પાણીની અછત વારંવારની સમસ્યા હોય, તો પાણીના બગાડને નિયંત્રિત કરવા માટે તમે કયા પગલાં લીધાં છે."

હિમાંચાલે પહેલાથી વધારાનું પાણી આપ્યું છે...

વરિષ્ઠ વકીલ અભિષેક મનું સિંધવીએ કહ્યું, "અમે ઉકેલ શોધવા માટે અહીં છીએ. કૃપા કરીને હિમાચલ પ્રદેશની એફિડેવિટ અને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરાયેલી સ્ટેટ્સ રિપોર્ટ જુઓ." આ બાબત પર કોર્ટે કહ્યું, "સચિવ એફિડેવિટ કેમ દાખલ નથી કરી રહ્યા? મંત્રી આ એફિડેવિટ કેમ દાખલ કરી રહ્યા છે? હિમાચલ કહે છે કે તેઓ પહેલથી જ વધારાનું પાણી છોડી ચૂક્યા છે. હવે હિમાચલ કહે છે કે તેમની પાસે વધારાનું પાણી કેમ નથી. હિમાચલમાંથી પાણી આવે છે અને તે દિલ્હીમાં ક્યાં જાય છે? દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ દિલ્હી પોલીસ કમિશનરને મળ્યું. પ્રતિનિધિમંડળે દિલ્હીના પાણીના ટેન્કર માફિયાઓ વિશે પોલીસને ફરિયાદ કરી અને તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો : Chandrababu Naidu : ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર…

આ પણ વાંચો : 18 મી લોકસભાનું સત્ર ક્યારે શરૂ થશે? સંસદીય કાર્ય મંત્રી Kiren Rijiju એ આ આપી જાણકારી…

આ પણ વાંચો : Delhi : શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને, 15 મ્યુઝિયમમાં બોમ્બ!

Tags :
Advertisement

.