Delhi Water Crisis : આતિશીના સત્યાગ્રહ પહેલા પત્ની સુનીતાએ વાંચ્યો કેજરીવાલનો સંદેશ, જાણો શું કહ્યું...
દિલ્હી (Delhi)માં પાણીની તંગી વચ્ચે કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ શુક્રવારથી જળ સત્યાગ્રહ શરૂ કર્યો છે. આતિશીએ કહ્યું કે, દરેક સંભવિત પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હી (Delhi)ને સંપૂર્ણ પાણી આપી રહી નથી. જેના કારણે રાજધાની દિલ્હી (Delhi)ના 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. કેન્દ્ર સરકાર અને હરિયાણા પાસે પાણીની માગ કરતા આતિશીએ શુક્રવારે બપોરે 12 વાગ્યાથી જંગપુરાના ભોગલ વિસ્તારમાં અનિશ્ચિત સમય માટેનો જળ સંત્યાગ્રહ કર્યો છે.
આતિશીએ કેજરીવાલનો સંદેશ વાંચ્યો...
સત્યાગ્રહ શરૂ કરતા પહેલા સુનીતા કેજરીવાલે દિલ્હી (Delhi) CM અરવિંદ કેજરીવાલનો લેખિત સંદેશ વાંચી સંભાળ્યો હતો. કેજરીવાલના આ મેસેજમાં તેમણે લખ્યું હતું કે, 'આ વખતે દેશમાં આકરી ગરમી પડી રહી છે. 100 વર્ષમાં પહેલાવાર આટલી ગરમી પડી છે. આ કોઈના હાથની વાત નથી આ ભગવાનની ઈચ્છા છે, પરંતુ આપને સાથે મળીને સમસ્યા ઘટાડી શકીએ છીએ. લોકો ઉનાળામાં તપસ્યા લોકોને પાણી આપે છે, તેનાથી દરેકને પુણ્ય મળે છે.
#WATCH | Delhi Water Minister Atishi begins indefinite hunger strike for water crisis
Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, " Kejriwal says that 'when I see on tv, the way Delhi people are suffering due to water scarcity, it hurts me. I hope Atishi's 'tapasya'… pic.twitter.com/faQepXdv5y
— ANI (@ANI) June 21, 2024
આ રાજકારણ કરવાનો સમય નથી - કેજરીવાલ
પોતાના સંદેશમાં કેજરીવાલે કહ્યું, 'આ મુશ્કેલ સમયમાં પણ હરિયાણા સરકારે દિલ્હી (Delhi)ને આપવામાં આવતા પાણીમાં ઘટાડો કર્યો છે. દિલ્હી (Delhi) તરસથી મારી રહ્યું છે. દિલ્હી (Delhi)ના લોકોએ ક્યાં જવું જોઈએ? દિલ્હી (Delhi) અને હરિયાણામાં અલગ-અલગ પક્ષોની સરકારો છે એ સ્વીકાર્યું પણ શું આ સમય રાજકારણ કરવાનો છે? આજે આતિશીને અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરવાની ફરજ પડી છે. તે કંઈપણ ખાશે નહીં.
#WATCH दिल्ली के लिए पानी की मांग को लेकर जल मंत्री आतिशी ने अनिश्चितकालीन अनशन शुरू किया। pic.twitter.com/mexBqX4pJr
— ANI_HindiNews (@AHindinews) June 21, 2024
દિલ્હીને પાણી ન મળે ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના જળ સત્યાગ્રહ વિશે માહિતી શેર કરતી વખતે, આતિશીએ કહ્યું કે, દિલ્હી (Delhi)માં પાણીની તંગી ચાલુ છે. આજે પણ 28 લાખ દિલ્હી વાસીઓને પાણી નથી મળી રહ્યું છે. દરેક સંભવિત પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હી (Delhi)ને પૂરેપૂરું પાણી આપી રહી નથી. મહાત્મા ગાંધીએ શીખવ્યું છે કે જો આપને અન્યાય સામે લડવું હોય તો સત્યાગ્રહનો માર્ગ અપનાવવો જોઈએ. તેથી જ તે જલ સત્યાગ્રહ શરૂ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી દિલ્હી (Delhi)ના લોકોને હરિયાણામાંથી તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ પર રહેશે.
આ પણ વાંચો : NEET વિવાદને લઈને કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ સાથે કરી ધક્કામૂક્કી… Video
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ફરી એકવાર NEET-UG 2024 કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો, NTA ને નોટિસ ફટકારી
આ પણ વાંચો : HC એ કેજરીવાલની જામીન પર સ્ટે મૂક્યો, એક દિવસ પહેલા સ્પેશિયલ કોર્ટમાંથી મળ્યા હતા જામીન…