Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એવું શું થયું કે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઉડવા લાગી મજાક?

T20 World Cup 2024  માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમનો કેપ્ટન બાબર આઝમ (Babar Azam) રહેશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી મર્યાદિત ઓવરો (Limited Overs) ના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમ (Pakistan's Team) ની...
01:12 PM May 25, 2024 IST | Hardik Shah
Pakistan Cricket Team for T20 World Cup 2024

T20 World Cup 2024  માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમનો કેપ્ટન બાબર આઝમ (Babar Azam) રહેશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી મર્યાદિત ઓવરો (Limited Overs) ના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમ (Pakistan's Team) ની કપ્તાની સોંપવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આ અંગે એક પ્રોમો પણ શેર કર્યો છે. આ પ્રોમો (Promo) ની હવે સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

પાકિસ્તાન ટીમનો ખૂબ ઉડ્યો મજાક

જણાવી દઇએ કે, પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ માટે પૂરી રીતે તૈયાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી દીધી હતી. જેમાં ઘણા એવા ખેલાડીઓ પણ છે જેઓ પ્રથમ વખત વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છે. ટીમની જાહેરાત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમનો એક પ્રોમો પણ શેર કર્યો હતો. આ પ્રોમોમાં કેટલાક ખેલાડીઓની ઈન્ટરનેશનલ મેચોની ક્લિપ્સ પણ જોવા ન મળી, જ્યારે પ્રોમો વીડિયોમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ક્લિપ્સ સામેલ કરવામાં આવી હતી. જેને લઇને પાકિસ્તાન ટીમનો ખૂબ જ મજાક બની રહ્યો છે. આ અંગે એક યુઝરે પોસ્ટ શેર કરીને પાકિસ્તાન વર્લ્ડ કપ સ્ક્વોડનો પ્રોમો લખ્યો હતો.. જ્યારે કેટલાક ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની ક્લિપ મળી ન હતી, ત્યારે PSL ની ક્લિપ ઉમેરવામાં આવી હતી. આ સ્થિતિ છે પસંદગીની.

વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમ

બાબર આઝમ (કેપ્ટન), આઝમ ખાન, ફખર જમાન, અબરાર અહેમદ, ઈફ્તિખાર અહેમદ, હરિસ રઉફ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સઈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.

એકવાર ફરી પાકિસ્તાન ક્રિકેટ ટીમ બાબર આઝમની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. ODI વર્લ્ડ કપ 2023 બાદ બાબરને કેપ્ટન્સીથી હટાવીને શાહીન આફ્રિદીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાન T20 સિરીઝ હારી ગયું હતું. અને ફરીથી બાબરને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્લ્ડ કપમાં ફરી એકવાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરનો જાદુ જોવા મળશે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ આમિર ટીમમાં પાછો ફર્યો છે.

આ પણ વાંચો - Pakistan Squad : T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી

આ પણ વાંચો - SRH vs RR : રાજસ્થાનને હરાવીને હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું, કોલકાતા સામે થશે ટક્કર

Tags :
England vs PakistanENGvsPAKfans reactionHardik Shahpakistan cricketPakistan TeamPakistan Team squadPakistan Team squad promoPakistani Cricket TeamSocial MediaT20-World-Cup-2024
Next Article