Weather Update: ગુજરાતના 8 જીલ્લામાં વરસાદની આગાહી, જાણો IMD નું લેટેસ્ટ અપડેટ
- ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ શરૂ
- હવામાન વિભાગે હીટવેવની ચેતવણી આપી છે
- IMD દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી
ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમી શરૂ થઈ ગઈ છે. 21 એપ્રિલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જોકે ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે તાપમાનમાં ઘટાડો થવા પર કાળઝાળ ગરમીથી થોડી રાહત આપશે. હવામાન આગાહી મુજબ આજથી ગુજરાતમાં તીવ્ર ગરમી પડશે તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનો રાજ્યમાં તાપમાનમાં વધારો કરશે. ૧૯ એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 18, 2025
એપ્રિલમાં વરસાદની શક્યતા
આ સમયે ગુજરાતમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 22 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડશે. રાજ્યના 8 જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે. 26 એપ્રિલ પછી ભારે ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. ૨૬ એપ્રિલ પછી ભારે ગરમી પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાન વારંવાર બદલાશે. રાજ્યમાં પવનો જોરદાર રહેશે, જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 18, 2025
આ પણ વાંચોઃ Gondal: માર્કેટયાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક, માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 17, 2025
આ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી હતું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, કંડલા (પો.કો.)માં 36, કંડલા (એરપોર્ટ)માં 45, સુરનગરમાં 42, અમરેલીમાં 43, 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહુવામાં 38, કેશોદમાં 37, આબાદમાં 42, ડીસામાં 41, ગાંધીનગરમાં 42, વલ્લભમાં 40 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ Morbi: લૂંટારૂઓએ ખેડૂત સૂઈ રહ્યો હતો ત્યારે કર્યો હુમલો, પાલતુ કૂતરાએ આ રીતે બચાવ્યો જીવ