Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Heatwave : ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને,બે જિલ્લામાં યલો એલર્ટ

Gujarat Heatwave :ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી (Gujarat Heatwave) પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા આગાહી (MeteorologicalDepartment) કરવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ,ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં ઓરેન્જ એલર્ટ(OrangeAlert),સુરત, ભાવનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે,તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધશે તેવી...
gujarat heatwave   ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને બે જિલ્લામાં યલો એલર્ટ

Gujarat Heatwave :ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી (Gujarat Heatwave) પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા આગાહી (MeteorologicalDepartment) કરવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ,ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં ઓરેન્જ એલર્ટ(OrangeAlert),સુરત, ભાવનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે,તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરાઈ છે.

Advertisement

જાણો કયાં અપાયું ઓરેન્જ એલર્ટ

અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ,કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ,અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે.બીજી તરફ અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે,સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે,બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત,સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,ભાવનગર, પોરબંદરમાં હિટવેવની (Gujarat Heatwave)આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં રાત્રી દરમિયાન ગરમી રહેશે

અમદાવાદમાં રાત્રી દરમિયાન પણ તાપમાન વધશે,બે દિવસ જિલ્લાઓમાં રાત્રે પણ ગરમીની અસર રહેશે.આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Advertisement

ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે રાજ્યનાં 8 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. જ્યારે જૂનાગઢના કેશોદમાં સિવિયર હીટવેવની અસર રહી હતી. હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી અનુસાર હજુ પણ આગામી 4 દિવસ વિવિધ જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે. ત્યારે ગઈકાલે ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ભાવનગરના મહુવામાં તથા આણંદમાં, બનાસકાંઠાના ડીસામાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતાઓ છે.

આ  પણ  વાંચો  - VADODARA : ભયંકર ગરમી વચ્ચે AC વગર બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

Advertisement

આ  પણ  વાંચો  - VADODARA : પાઠ્યપુસ્તકોની જગ્યાએ દિકરીએ પ્રેમીમાં મન પરોવ્યું

આ  પણ  વાંચો  - Gujarat ATS : ઝડપાયેલા ચારેય આતંકી ISIS સાથે સંકળાયેલા!, પ્રેસ કોન્ફરન્સમાં ATS એ કર્યાં મોટા ખુલાસા

Tags :
Advertisement

.