Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ઐયાશીનો અડ્ડો હતું TRP Game zone? સંચાલકોની બેદરકારી 33 લોકોને ભરખી ગઈ

TRP Game zone: રાજકોટ અગ્નિકાંડમાં ભરથું થયેલા મૃકતોની ચિસો હજી શાંત નથી થઈ ત્યા અનેક ખુલાસો થઈ રહ્યા છે. વિગતો એવી સામે આવી છે કે, આ ગેમઝોનની આડ અન્ય ઘણી પ્રવૃતિઓ ચાલી રહીં હતી. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં 33...
શું ઐયાશીનો અડ્ડો હતું trp game zone  સંચાલકોની બેદરકારી 33 લોકોને ભરખી ગઈ

TRP Game zone: રાજકોટ અગ્નિકાંડમાં ભરથું થયેલા મૃકતોની ચિસો હજી શાંત નથી થઈ ત્યા અનેક ખુલાસો થઈ રહ્યા છે. વિગતો એવી સામે આવી છે કે, આ ગેમઝોનની આડ અન્ય ઘણી પ્રવૃતિઓ ચાલી રહીં હતી. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયા છે. જેને લઈને અત્યારે આખુ રાજ્ય હિબકે ચડ્યુ છે. પરિવારજનોમાં અત્યારે ભારે આક્રંદનો માહોલ પણ જોવા મળી રહ્યા છે. અત્યારે તપાસ દરમિયાન રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટો ખુલાસો થયો છે. આ TRP ગેમિંગ ઝોનમાંથી દારીની બોટલો મળી આવી છે. અહીં દારૂની મહેફિલો ચાલતી હશે તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે.

Advertisement

TRPમાં સમારકામની જગ્યાએથી કેમિકલના પાંચ ડ્રમ મળી આવ્યા

દારૂ બોટલો સિવાય પણ કેટલીક વિગતો સામે આવી છે. અહીં કરવામાં આવી રહેલી તપાસમાં એક બાદ એક મોતાનો સામાન મળી રહ્યો છે. નોંધનીય છે કે, અગ્નિકાંડ મામલે આ પણ મોટો ખુલાસો સાબિત થઈ શકે છે.અહીં જે સમારકામ ચાલી રહ્યું હતું, તેની પાસેથી 2 હજાર લિટર પેટ્રોલ મળી આવ્યું હતું. જ્યારે અત્યારે તપાસમાં TRPમાં સમારકામની જગ્યાએથી કેમિકલના પાંચ ડ્રમ મળી આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે ઈથાઈલ એસિટેટ નામના કેમિકલના ડ્રમ મળ્યા છે. એટલું જ નહીં પરંતુ કેમિકલમાં કેટલાક પ્રમાણમાં સોલવંટ પણ મિક્સ છે. નોંધનીય છે કે, TRPમાંથી કેમિકલ સાથે મળ્યા ટર્પેન્ટટાઈનના કેરબા મળી આવ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂ આવ્યો?

અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે, આખરે આ ગેમઝોન હતો કે દારૂનો અડ્ડો? ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂ આવ્યો કઈ રીતે? આખરે આ ગેમ ઝોનમાં ચાલી શું રહ્યું હતું? બીજી બાજુ અહીંથી કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો છે. તેનો મતબલ અહીં લોકો ગેમ રમવા માટે નહીં પણ મોતને ભેટવા આવ્યા હતા એમ? શું આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? દારૂની મહેફીલ, કેમિકલ, પેટ્રોલનો જથ્થો આ બધુ સંચાલકોની ખોર બેદરકારી સૂચવે છે કે, જેના કારણે 33 લોકો આગમાં હોમાયા છે.

Advertisement

આ પણ વાંચો: Fire Incident: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમિંગ ઝોનમાં તપાસનો ધમધમાટ થયો શરૂ

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: અગ્રિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટ પાસે આવી ઘટનામાં ગુમ થયેલા લોકોની યાદી

આ પણ વાંચો: Rajkot: પહેલા ટિલાળાનું હાસ્ય અને હવે બાવળિયાની બેશર્મી! નેતાઓને લાજશરમ છે કે નહીં?

Tags :
Advertisement

.