Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી...!

5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી  સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, કચ્છમાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં પણ વરસાદની આગાહી  હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી  રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ (heavy rain) પડે તેવી શક્યતા હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં...
આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
  • 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી 
  • સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, કચ્છમાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં પણ વરસાદની આગાહી 
  • હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી 
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ (heavy rain) પડે તેવી શક્યતા હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ (ahmedabad)માં પણ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી 
રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ (heavy rain)ની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠાના પાલનપુરમાં સવારથી ભારે વરસાદ છે જેના કારણે અમદાવાદ-આબુરોડ હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. હાઇવે પર પાણી ભરાતા ટ્રક પલટી ગઇ હતી તેથી 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે.
24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ
ઉલ્લેખનિય છે કે  રાજ્યમાં વીતેલા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં  જુનાગઢના ભેસાણમાં 4 ઇંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 4 ઇંચ વરસાદ અને પોરબંદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો તથા  કચ્છના મુન્દ્રામાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના  11 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે  13 તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
જળાશયોમાં પાણીની આવક
બીજી તરફ ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક પણ થઇ રહી છે.  વરસાદથી રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર છે જ્યારે  રાજ્યના 13 જળાશયો એલર્ટ પર છે.  રાજ્યના અન્ય 12 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.  રાજ્યના 207 જળાશયોમાં 45.49 ટકા જળ સંગ્રહ થયો છે.  સરદાર સરોવર ડેમમાં 56.52 ટકા જળ સંગ્રહ થયો છે અને  ઉ.ગુજરાતના 15 જળાશયોમાં 49.38 ટકા જળ સંગ્રહ થયો છે.  સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49.57 ટકા જળ સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29.99 ટકા જળ સંગ્રહ અને
દ.ગુજરાતના 13 જળાશયોમાં 35.16 ટકા જળ સંગ્રહ થયો છે.
Advertisement
Tags :
Advertisement

.