Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC : વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાએ બાંધકામની મંજૂરીમાં આચર્યો ભ્રષ્ટાચાર

AMC : અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાની અધધ મિલકતો ACB એ શોધી કાઢી છે. ACB એ સુનીલ રાણાની સંપત્તિઓ અને બેન્ક એફ.ડી શોધી કાઢી છે. સુનીલ રાણાની બેનામી સંપત્તિનો કેસ AMC ના વોર્ડ ઇન્સ્પેકટર સુનીલ રાણાની...
amc   વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાએ બાંધકામની મંજૂરીમાં આચર્યો ભ્રષ્ટાચાર

AMC : અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાની અધધ મિલકતો ACB એ શોધી કાઢી છે. ACB એ સુનીલ રાણાની સંપત્તિઓ અને બેન્ક એફ.ડી શોધી કાઢી છે.

Advertisement

સુનીલ રાણાની બેનામી સંપત્તિનો કેસ

AMC ના વોર્ડ ઇન્સ્પેકટર સુનીલ રાણાની બેનામી સંપત્તિનો કેસ જાહેર કરાયો છે. સુનિલ રાણા AMC ના શાહપુર વિસ્તારમાં વોર્ડ ઇન્સ્પેકટર તરીકે ફજ બજાવતો હતો. બેનામી સંપત્તિના કેસમાં સુનીલ રાણાને આઠ વખત ACB ઓફિસ બોલાવવામાં આવ્યા હતા પણ સુનિલ રાણાએ પોતાની કોઇ સંપત્તિ જાહેર કરી ન હતી.

Advertisement

સુનિલ રાણાની બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીન અને ખાડીયામાં મિલકત

Advertisement

જો કે આમ છતાં ACB એ સુનીલ રાણાની સંપત્તિઓ અને બેન્ક એફ.ડી શોધી કાઢી હતી અને સીએ પાસે ખરાઇ કરાવી હતી. એસીબીની તપાસમાં બહાર આવ્યું કે સુનિલ રાણાની બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીન અને ખાડીયામાં મિલકત છે.

અલગ અલગ બેંકમાં 1.50 કરોડની રકમ

ઉપરાંત એસીબીની તપાસમાં જણાવાયું રોકડ રકમ આપી અલગ અલગ બેંકમાં 1.50 કરોડની રકમની જમા કરાવી છે. આ સાથે
અલગ અલગ 84 જેટલી એફ.ડી પણ મળી આવી છે. આ તમામ FD ફ્રીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ એસીબી દ્વારા જણાવાયું છે.

10 વર્ષ સુધી ભ્રષ્ટાચાર આચર્યો

એસીબીની તપાસમાં જણાયું કે સુનિલ રાણાએ તેની ફરજ દરમિયાન 2010 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો છે. તેની જે મિલકતો મળી છે તેમાં બે મિલકત પત્ની અને એક પુત્રીના નામની છે.

મકાન બાંધકામની મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર

એસીબીએ કહ્યું કે સુનિલ રાણાએ TDO ની કામગીરીમાં મકાન બાંધકામની મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હતો. સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હોવાનું એસીબીએ જણાવ્યું છે.

આ પણ વાંચો----GONDAL માં ભરવાડ યુવકની સરાજાહેરમાં હત્યા, યુવક પર છરી વડે હીચકારી હુમલો કરાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.