Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાના અધ્યક્ષ માટે આજે 11 વાગ્યે થશે મતદાન, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે...

26 જૂન એ ભારતીય લોકશાહી (Indian Democracy) માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો દિવસ છે. આજે લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) પદ માટે ચૂંટણી (Election) યોજાવાની છે. જેમા લોકસભાના તમામ સભ્યો મતદાન (Vote) કરશે. લોકસભા સ્પીકર પદ (Post of Lok...
લોકસભાના અધ્યક્ષ માટે આજે 11 વાગ્યે થશે મતદાન  આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે

26 જૂન એ ભારતીય લોકશાહી (Indian Democracy) માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો દિવસ છે. આજે લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) પદ માટે ચૂંટણી (Election) યોજાવાની છે. જેમા લોકસભાના તમામ સભ્યો મતદાન (Vote) કરશે. લોકસભા સ્પીકર પદ (Post of Lok Sabha Speaker) માટે NDAના ઓમ બિરલા (Om Birla) અને INDIA ગઠબંધનના કે સુરેશ (K Suresh) સામસામે છે. બંને ઉમેદવારોએ મંગળવારે સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે અધ્યક્ષ પદ માટે સહમતિ ન થયા પછી આ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અધ્યક્ષ પદને લઇને આજે સવારે 11 વાગ્યે ચૂંટણી યોજાશે.

Advertisement

આ ચૂંટણી INDIA ગઠબંધન માટે સરળ નહીં હોય

લોકસભાના ઈતિહાસની વાત કરીએ તો આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે. અગાઉ 1956 અને 1976માં પણ લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે. આજે 11 વાગ્યે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. કહેવાય છે કે INDIA ગઠબંધન માટે આ સરળ નહીં રહે કારણ કે તેમને આ ચૂંટણી જીતવા માટે 271 મતોની જરૂર પડશે. સંખ્યાની જ વાત કરવામાં આવે તો NDA પાસે લોકસભામાં 293 સભ્યો છે, જ્યારે INDIA ગઠબંધન પાસે માત્ર 233 સભ્યો છે. આ ઉપરાંત 7 સાંસદો એવા છે જેમણે લોકસભામાં શપથ લેવાના બાકી છે, જેમાં INDIA ગઠબંધનના 5 સાંસદોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીકરની ચૂંટણી બાદ તેઓ શપથ ગ્રહણ કરશે. પરિણામે આ 7 સાંસદો લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

Advertisement

ભાજપના નેતાઓનો આરોપ

આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પહેલા ડેપ્યુટી સ્પીકર પદ માટે સહમતિ દર્શાવી અને પછી આનાકાની કરી, ત્યારબાદ તેમણે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને પોતાનો ઉમેદવાર ઉતારવો પડ્યો. બીજી તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ લોકસભા સ્પીકર પદને સમર્થન આપવા માટે એ શરતે તૈયાર હતી કે તેમને કોઈપણ સંજોગોમાં ડેપ્યુટી સ્પીકર પદ મળે. ભાજપના નેતાઓનો આરોપ છે કે લોકશાહીમાં શરત કોઈ પણ સંજોગોમાં સારી નથી. તેથી અમે વિપક્ષના પ્રસ્તાવને ફગાવી દીધો. મળી રહેલી માહિતી અનુસાર, YSRCP જે કોઇ પણ ગઠબંધનનો ભાગ નથી, તેણે સ્પીકરની ચૂંટણીમાં ઓમ બિરલાને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

લોકસભાના અધ્યક્ષની પસંદગી

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની પસંદગી સદનમાં હાજર સભ્યોની સાદી બહુમતી અને મતદાન દ્વારા કરવામાં આવે છે. સરળ બહુમતીનો અર્થ એ છે કે જે વ્યક્તિ તે સમયે ગૃહમાં હાજર સાંસદોમાંથી 50 ટકાથી વધુ મત મેળવે છે તે લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાય છે. વર્તમાન સ્થિતિમાં લોકસભામાં 542 સાંસદો છે. રાહુલ ગાંધીએ વાયનાડ નામની એક બેઠક પરથી રાજીનામું આપ્યું છે, તેથી તે બેઠક પર પેટાચૂંટણી બાકી છે. આવી સ્થિતિમાં 542 બેઠકોમાંથી NDA પાસે 293 બેઠકો છે. જ્યારે 542નો અડધો ભાગ 271 છે. આમ, ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધન પાસે ગૃહમાં બહુમતી છે અને તેની પસંદગીના સ્પીકરને ચૂંટવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવી શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi હશે લોકસભામાં વિપક્ષના નેતા, સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને લખ્યો પત્ર

આ પણ વાંચો - લોકસભા સ્પીકરની ચૂંટણી પહેલા INDI ગઠબંધનમાં ફાટફૂટ!, TMC એ કોંગ્રેસ ઉમેદવારને લઈને કહી મોટી વાત…

Tags :
Advertisement

.