Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા બાદ VNSGU હરકતમાં આવી

Veer Narmad South Gujarat University : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં વિદેશી વિદ્યાર્થીઓ (Students) પર બનેલી જીવલેણ હુમલા (Fatal Attack) ની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) પણ હરકતમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસ...
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા બાદ vnsgu હરકતમાં આવી

Veer Narmad South Gujarat University : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં વિદેશી વિદ્યાર્થીઓ (Students) પર બનેલી જીવલેણ હુમલા (Fatal Attack) ની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) પણ હરકતમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસ (University Campus) માં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ (Girls and Boys Hostel) ની સુરક્ષામાં વધારો કરાયો છે. જ્યાં ખાનગી ડ્રેસ (Private Dress) માં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ (University Special Squad) પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ-રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી કેમ્પસ (University Campus) માં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) માં અલગ-અલગ ફેકલ્ટીમાં કુલ 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં સામાજિક તત્વો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં જોવા મળ્યા છે. જેના કારણે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) પણ હરકતમાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયસ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં અલગ-અલગ ફેકલ્ટીમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

વધુમાં યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે યુનિવર્સિટીની સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ-રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં જો આ પ્રકારની ઘટના બને તો તેવા સમયે કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી જીવલેણ હુમલાની ઘટનાને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે.જ્યાં મહત્વપૂર્ણ નિર્ણય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાની ફરજ પડી છે. યુનિવર્સીટીના કુલપતિના આદેશ બાદ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના મુખ્ય દ્વાર બહાર ઇન અને આઉટ કરતા વિધાર્થીઓની નોંધણી કરવામાં આવી રહી છે.એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીમાં બહારની અજાણી વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

Advertisement

અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ

આ પણ વાંચો - Gujarat University Case : ગુજરાત યુનિ.માં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા, આ દેશનું ડેલિગેશન આવ્યું મુલાકાતે

Advertisement

આ પણ વાંચો - Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની Boys Hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ

Tags :
Advertisement

.