ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ગેનીબેન અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના નિવેદને ચર્ચા જગાડી!

Ahmedabad માં વિરાટ ગૌ સંમેલન યોજાયું જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ચર્ચામાં ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું કતલખાના પાસેથી ફંડ લેનાર પાર્ટીઓનાં નામ જાહેર થાય : ગેનીબેન અમદાવાદમાં (Ahmedabad) આજે વિરાટ ગૌ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં...
08:32 PM Oct 16, 2024 IST | Vipul Sen
  1. Ahmedabad માં વિરાટ ગૌ સંમેલન યોજાયું
  2. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ચર્ચામાં
  3. ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું
  4. કતલખાના પાસેથી ફંડ લેનાર પાર્ટીઓનાં નામ જાહેર થાય : ગેનીબેન

અમદાવાદમાં (Ahmedabad) આજે વિરાટ ગૌ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી પધાર્યા હતા. સાથે જ આહિપના પ્રવીણ તોગડિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા (Amit Chavda), હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર (Baldevji Thakor), પ્રગતિ આહીર (Pragati Ahir) સહિત અન્ય નેતાઓ અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે.

આ પણ વાંચો -Rain in Gujarat : સુરત, અમરેલી, જુનાગઢ સહિત આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! ખેડૂતોમાં ચિંતા

ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું

અમદાવાદમાં આજે વિરાટ ગૌ સંમેલન (Gau Sammelan) યોજાયું હતું, જેમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી (Jagadguru Shankaracharya Swami Avimukteswaranandji) પધાર્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસનાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આહિપના પ્રવીણ તોગડિયા (Praveen Togadia), સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, બળદેવજી ઠાકોર, પ્રગતિ આહીર, સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન ખૂબ જ વાઇરલ થયું હતું. તેમણે ગેની બેનનું 'ગાયની બહેન' કરીને સંબોધન કર્યું હતું. જો કે, આ સંમેલન ગૌ માતા માટે યોજાયું કે પોલિટિકલ એજન્ડા માટે યોજાયું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો -Gandhinagar : 'સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ' હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ.10 કરોડથી વધુની સહાય

ગૌશાળા માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય : ગેનીબેન

આ સંમેલનમાં હાજર સાંસદ ગેનીબેન ઠાકોરનું (Geniben Thakor) નિવેદન પણ ખૂબ જ ચર્ચામાં છે. ગેનીબેને માગ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાય. ગૌશાળા માટે અલગથી બજેટ ફાળવવામાં આવે. ગેનીબેને આગળ કહ્યું કે, ગૌશાળા માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય. સાથે કતલખાના પાસેથી ફંડ લીધું હોય તેવી પાર્ટીઓનાં નામ પણ જાહેર થાય. સંબોધનનાં અંતે ગેનીબેને કહ્યું કે, સત્તાધીશોને ભગવાન કૃષ્ણ સદબુધ્ધિ આપે. જો કે, હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે વાવની પેટાચૂંટણીમાં (Vav by-election) ગૌ માતા મુખ્ય મુદ્દો બની શકે છે.

આ પણ વાંચો -રાજ્યનાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળશે

Tags :
AhmedabadAHPAmit ChavdaAntarRashtriya Hindu ParishadBaldevji ThakorBreaking News In GujaratiGau SammelanGeniben ThakorGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHimmat Singh PatelJagadguru Shankaracharya Swami AvimukteswaranandjiLatest News In GujaratiLord KrishnaMaharashtraNews In GujaratiPragati AhirPraveen TogadiaVav by-election
Next Article